શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL T20-2026ની આજથી શરૂઆત

11 January, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજના યુવા ખેલાડીઓ માટે સંસ્થાએ ૨૦૦૯થી શરૂ કરેલી વાગડ પ્રીમિયર લીગને અત્યાર સુધી જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને એ જ ઉત્સાહ અને ઉમંગથી એ ખેલદિલીપૂર્વક રમાઈ રહી છે અને સમાજમાં એની ચાહના વધી રહી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

આજે સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનાની ઍર ઇન્ડિયા સ્પોર્ટ્‍સ ક્લબમાં સાંજે ૪ વાગ્યાથી ટી. કે. રુબી VPL T20-2026નું ભવ્ય ઉદ્ઘાટન ટાઇટલ સ્પૉન્સર, કો-સ્પૉન્સર્સ, ટીમ-ઓનર્સ તેમ જ ટીમના ખેલાડીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ત્યાર બાદ ટુર્નામેન્ટની બે મૅચ રમાડીને ટુર્નામેન્ટની દમદાર શરૂઆત થશે. આ ટુર્નામેન્ટમાં ૮ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જેમાં જૉલી જૅગ્વાર, રંગોલી વાઇકિંગ્સ, કલ્પલબ્ધિ બુલ્સ, એમ્પાયર વૉરિયર્સ, ટૉપ-10 લાયન્સ, RSS વૉરિયર્સ, સ્કૉર્ચર્સ અને વિમલ વિક્ટર્સનો સમાવેશ છે.
સમાજના યુવા ખેલાડીઓ માટે સંસ્થાએ ૨૦૦૯થી શરૂ કરેલી વાગડ પ્રીમિયર લીગને અત્યાર સુધી જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને એ જ ઉત્સાહ અને ઉમંગથી એ ખેલદિલીપૂર્વક રમાઈ રહી છે અને સમાજમાં એની ચાહના વધી રહી છે. એના થકી આ ટુર્નામેન્ટમાં ટાઇટલ સ્પૉન્સર, કો-સ્પૉન્સર્સ, ટીમ ઓનર્સ તેમ જ ખેલાડીઓ દ્વારા સારો સાથ-સહકાર મળતો રહ્યો છે અને આ ટુર્નામેન્ટમાં જોડાઈને તેઓ ગૌરવ અનુભવે છે.
દરેક મૅચનું લાઇવ પ્રસારણ યુટ્યુબ પર તેમ જ ‘ક્રિકહીરોઝ’ની ઍપમાં શ્રી વાગડ કલા કેન્દ્રના પેજ પર જોવા મળશે તેમ જ સેવનસ્ટાર કેબલ નેટવર્કની ૯૫ નંબરની ચૅનલ પર પણ જોવા મળશે. ટી. કે. રુબી VPL T20-2026ની મૅચો ૧૧ જાન્યુઆરીથી ૨૨ માર્ચ સુધી સાંતાક્રુઝ-ઈસ્ટની ઍર ઇન્ડિયા સ્પોર્ટ્‍સ ક્લબમાં રમાશે. સમાજનાં દરેક ક્રિકેટપ્રેમી ભાઈઓ-બહેનોને ગ્રાઉન્ડ પર રમતા સમાજના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારવા સંસ્થા વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. 
ક્રિકેટ કમિટીના ચૅરમૅન દામજી બુરીચાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ટી. કે. રુબી VPL T20-2026ની સીઝન ખૂબ રસાકસીભરી અને રોમાંચકભરી રહેશે અને એનો દરેકને આનંદ માણવા મળશે.

gujarati mid day exclusive gujaratis of mumbai gujarati community news cricket news