ઉન્મુક્ત ચંદે ફિટનેસ-ટ્રેઇનર સિમરન સાથે કર્યાં લગ્ન

23 November, 2021 06:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાઇટ-હૅન્ડ બૅટર ઉન્મુક્ત ચંદે ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ 9000થી પણ વધુ રન બનાવ્યા હતા, જેમાં ૧૮ સદીનો સમાવેશ છે.

ઉન્મુક્ત ચંદે ફિટનેસ-ટ્રેઇનર સિમરન સાથે કર્યાં લગ્ન

ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન અને થોડાં અઠવાડિયાંથી અમેરિકામાં પ્રોફેશનલ ક્રિકેટ રમી રહેલા ઉન્મુક્ત ચંદે દિલ્હીમાં ફિટનેસ-ટ્રેઇનર અને ન્યુટ્રિશનિસ્ટ સિમરન ખોસલા સાથે લગ્ન કર્યાં છે. ૨૮ વર્ષના ઉન્મુક્તે રવિવારના તેનાં મૅરેજના ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા છે. તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજે (૨૧/૧૧/૨૧) અમે હંમેશ માટે એકમેકનાં થઈ ગયાં.’
ઉન્મુક્તે ઑગસ્ટ ૨૦૨૧માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને ત્યારે મીડિયાને કહ્યું હતું કે ‘મેં વિશ્વમાં અન્યત્ર વધુ સારી તક મેળવવા રિટાયરમેન્ટનો નિર્ણય લીધો છે.’
૨૦૧૪માં ઉન્મુક્તનો સમાવેશ ભારતની ટી૨૦ વર્લ્ડ કપ માટેની ૩૦ પ્લેયરોની સ્ક્વૉડમાં થયો હતો, પરંતુ તેને મૅચમાં રમવાનો મોકો નહોતો મળ્યો. તે થોડા જ દિવસ પહેલાં બિગ બૅશમાં કૉન્ટ્રૅક્ટ સાઇન કરનારો ભારતનો પ્રથમ પુરુષ પ્લેયર બન્યો હતો. આઇપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વતી રમ્યો હતો. તેણે તાજેતરમાં અમેરિકાની લીગ ટુર્નામેન્ટમાં પોતાની ટીમને ટ્રોફી અપાવી હતી.

cricket news sports sports news