ઇન્ડિયન ટીમમાં આવવું હોય તો યુવાઓએ અમારાથી સારું પર્ફોર્મ કરવું પડશે

14 October, 2019 09:50 AM IST  |  પુણે

ઇન્ડિયન ટીમમાં આવવું હોય તો યુવાઓએ અમારાથી સારું પર્ફોર્મ કરવું પડશે

ઉમેશ યાદવ

ભારત અને સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટ મૅચમાં ઇન્ડિયન બોલરોએ સાઉથ આફ્રિકન પ્લેયરોને પરેશાન કરી મૂક્યા હતા. એવામાં જસપ્રીત બુમરાહના સ્થાને આવેલા ઉમેશ યાદવે બન્ને ઇનિંગમાં ત્રણ-ત્રણ મળી કુલ છ વિકેટ લીધી હતી.
યુવા પ્લેયરોના સંદર્ભમાં વાત કરતાં સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચની ટીમથી બહાર રહેલા ઉમેશ યાદવે કહ્યું હતું કે ‘જે પ્લેયરો રમી રહ્યા છે એ ટેસ્ટ મૅચ રમવાનો સારોએવો અનુભવ ધરાવે છે અને જે નવા પ્લેયરો ટીમમાં આવવા માગે છે તેમને માટે હવે એન્ટ્રી સરળ નથી, કેમ કે જો તેમને ટીમમાં સ્થાન જોઈતું હોય તો તેમણે અમારાથી પણ સારું પર્ફોર્મ કરી બતાવવું પડશે. ટીમમાં દરેક બોલરની એક ખાસ જગ્યા છે અને દરેક બોલર સારું પર્ફોર્મ કરે છે એટલે કૉમ્પિટિશન પણ વધારે છે. હા, એક વાત છે કે આ ટીમમાં દરેક પ્લેયરને ચાન્સ આપવામાં આવે છે.’

આ પણ જુઓઃ ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો

વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર ટીમમાં સ્થાન ન મળવાના સંદર્ભમાં વાત કરતાં ઉમેશે કહ્યું હતું કે ‘જ્યારે હું વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સિલેક્ટ નહોતો થયો ત્યારે મને સાઉથ આફ્રિકા-એ સામેની ભારત-એ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ મૅચની સરખામણીએ વન-ડે અને ટી૨૦ની ગેમ અલગ હોય છે. મેં સિલેક્ટરોને સામેથી કહ્યું હતું કે કોઈ પણ મૅચ હોય, મને રમવાની તક આપવામાં આવે.’ઉમેશ યાદવની બોલિંગમાં શાનદાર કૅચ પકડનાર વૃદ્ધિમાન સહાની પણ તેણે પ્રશંસા કરી હતી.

umesh yadav cricket news