આયરલૅન્ડ સામેની સિરીઝ પહેલાં યુએઈના બે પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ

09 January, 2021 10:20 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડ સામેની સિરીઝ પહેલાં યુએઈના બે પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ

મહમદ ઉસ્માન (૧૦૭ બૉલમાં અણનમ ૧૦૨)

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના જણાવ્યા પ્રમાણે યુએઈના બે પ્લેયર્સ વાઇસ કૅપ્ટન ચિરાગ સૂરી અને આર્યન લાકરાનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

એક સ્ટેટમેન્ટમાં એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ‘એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ અહીં એ વાતની પુષ્ટિ કરે છે કે યુએઈના વાઇસ કૅપ્ટન ચિરાગ સૂરિ અને આર્યન લાકરા કોરોના-પૉઝિટિવ છે. હાલમાં બન્ને પ્લેયર્સ આઇસોલેશનમાં છે અને બન્નેની સારસંભાળ રાખવામાં આવી છે તેમ જ તેમનું સ્વાસ્થ્ય પણ સારું છે. કોરોનાના વધારે કેસ ન આવે એ માટે પહેલાંના પ્રોટોકોલ મુજબ દરેક ક્ષેત્રને વહેલી તકે સૅનિટાઇઝ કરવામાં આવ્યાં છે.’

આયરલૅન્ડ સાથે યુએઈની ચાર વન-ડે મૅચની સિરીઝ ગઈ કાલથી શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. બીજી, ત્રીજી અને ચોથી વન-ડે નક્કી કરાયેલા શેડ્યુલ મુજબ અનુક્રમે ૧૦, ૧૨ અને ૧૪ જાન્યુઆરીએ રમાશે.  આઇસીસીની ફફુલ સભ્ય ટીમ સામે યુએઈ પ્રથમ વાર ઇન્ટરનૅશનલ સિરીઝ રમી રહ્યું છે.

પ્રથમ વન-ડેમાં યુએઈની રોમાંચક જીત

ગઈ કાલે રમાયેલી પહેલી વન-ડેમાં આયરલૅન્ડ સામે યુઅેઈઅે અેક ઓવર બાકી રાખીને ૬ વિકેટે રોમાંચક જીત મેળવી હતી. આયરલૅન્ડે પૉલ સ્ટર્લિંગ (૧૪૮)ની સેન્ચુરી અને કૅપ્ટન ઍન્ડ્રુ બલ્બિર્ની (૫૪)ની હાફ સેન્ચુરીની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૬૯ રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈએ અેક સમયે ૫૧ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. સેન્ચુરિયન રીઝવાન (૧૩૬ બૉલમાં ૧૦૯) અને મહમદ ઉસ્માન (૧૦૭ બૉલમાં અણનમ ૧૦૨) ચોથી વિકેટ માટે ૧૮૪ રનની પાર્ટનરશિપ સાથે ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયા હતા. 

sports sports news cricket news