VPL-T20 2026માં ગુરુવારે અને શુક્રવારે કોણ-કોણ જીત્યું?

08 March, 2026 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સોમવારે સવારે સ્કૉર્ચર્સ v/s અમ્પાયર્સ વૉરિયર્સ તથા બપોરે કલ્પલ​બ્ધિ બુલ્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે. 

VPL-T20 2026

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં‍ ગુરુવારે અને શુક્રવારે રમાયેલા લીગ મુકાબલાઓમાં સ્કૉર્ચર્સે સતત છઠ્ઠી જીત મેળવીને વિજયરથ જાળવી રાખ્યો હતો. કલ્પલબ્ધિ બુલ્સ સામે ટૉપ-ટેન્સ લાયન્સે માત્ર એક રનથી થ્ર‌િલર જીત મેળવીને સતત ત્રીજો વિજય મેળવ્યો હતો, જ્યારે એમ્પાયર વૉરિયર્સને હરાવીને RSS વૉરિયર્સે પણ જીતની હૅટ-ટ્રિક કરી હતી. રંગોલી વાઇકિંગ્સ બીજી વાર હારની હૅટ-ટ્રિક સાથે સૌથી છેલ્લા ક્રમાંકે જળવાઈ રહ્યું હતું. 

મૅચ – ૨૩ઃ  ટૉપ-ટેન્સ લાયન્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૨ રન – દીપક શાહ ૫૪ બૉલમાં ૫૯, તેજસ ગડા ૨૧ બૉલમાં ૨૯ અને દિવ્ય નંદુ ૬ બૉલમાં ૧૨ રન.  રોમિલ ગડા ૩ તથા રુષભ કારિયા, ફેનિલ ગડા અને કમલેશ છાડવા એક-એક ‌વિકેટ)નો કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૧ રન – ‌વિજય નિશર ૪૬ બૉલમાં ૪૯, રુષભ કારિયા ૨૨ બૉલમાં ૩૪ અને ભાવેશ ગાલા ૨૦ બૉલમાં ૨૨ રન. ભાવિક ગિન્દરા બે તથા અમિત શાહ, કશ્યપ સાવલા અને કુણાલ ગડા એક-એક વિકેટ) સામે એક રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ-ટેન્સ લાયન્સનો દીપક શાહ (૫૪ બૉલમાં ૫૯ રન).

મૅચ – ૨૪ : RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૮ ૨ન – દીક્ષિત ગાલા ૪૪ બૉલમાં ૫૩, ભવ્ય છેડા ૨૯ બૉલમાં ૩૧ અને ભાવિન ગડા ૧૪ બૉલમાં ૧૬ રન. પાર્થ શાહ ૩ તથા જેનિત છાડવા, શ્રેય કારિયા અને કાર્તિક ગડા એક-એક વિકેટ)નો એમ્પાયર વૉરિયર્સ (૧૯.૩ ઓવરમાં ૧૧૦ રનમાં ઑલઆઉટ – ધર્મેશ છેડા ૨૭ બૉલમાં ૩૪, પાર્થ શાહ ૩૭ બૉલમાં ૨૯ અને દિવિજ ગાલા ૨૭ બૉલમાં ૨૦ રન. પારસ વિસરિયા ૩ તથા મિહિર બૌવા, વિવેક ગાલા અને દીક્ષિત ગાલા બે-બે વિકેટ) સામે ૨૮ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ RSS વૉરિયર્સનો દીક્ષિત ગાલા (અણનમ ૫૩ રન, બે વિકેટ અને એક કૅચ).

મૅચ – ૨૫ : વિમલ વિક્ટર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૫ રન – ચિરાગ નિશર ૩૫ બૉલમાં ૩૦, અંકિત ગાલા ૩૨ બૉલમાં ૨૮ અને જેન વિસરિયા ૧૧ બૉલમાં ૧૫ રન. નિસર્ગ છેડા ૩, હિમાંશુ શાહ બે અને સાગર ગાલા અને માનવ ગાલા એક-એક વિકેટ)નો જૉલી જૅગ્વાર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૯૮ રન – વિદિત નિશર પચીસ બૉલમાં ૩૦, જશ શાહ પાંચ બૉલમાં ૧૧, સાગર ગાલા ૧૩ બૉલમાં ૧૧ અને યશ સાવલા ૧૯ બૉલમાં ૧૧ રન. સચિન ગડા ૪, ભાવિન નિશર બે તથા પ્રિન્સ ગડા અને ચિરાગ નિશર એક-એક વિકેટ) સામે ૨૭ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : વિમલ વિક્ટર્સનો સચિન ગડા (૧૫ રનમાં ચાર વિકેટ).

મૅચ – ૨૬ : સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૩ ૨ન – મયંક ગડા ૪૨ બૉલમાં ૪૫, રોમિલ ગડા ૩૬ બૉલમાં ૩૧ અને હર્શિલ મોતા ૧૦ બૉલમાં ૧૯ રન. જિગર બુરિચા બે તથા મયૂર ગાલા, પ્રથમ ગાલા અને પાર્થ છાડવા એક-એક વિકેટ)નો રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૩ રન – યજ્ઞ ગાલા ૩૬ બૉલમાં ૩૨, મયૂર ગાલા ૨૯ બૉલમાં ૨૬ અને રજત સત્રા ૮ બૉલમાં ૨૦ રન. દીપેશ ગિન્દ્રા ૩ તથા પલક સાવલા અને મેહુલ ગાલા બે-બે વિકેટ) સામે ૨૦ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ સ્કૉર્ચર્સનો દીપેશ ગિન્દ્રા (૨૩ રનમાં ૩ વિકેટ અને એક કૅચ).

હવે સોમવારે સવારે સ્કૉર્ચર્સ v/s અમ્પાયર્સ વૉરિયર્સ તથા બપોરે કલ્પલ​બ્ધિ બુલ્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે. 

gujaratis of mumbai gujarati community news sports news sports cricket news