આજે ગુજરાતીઓનો ‘ડાબા હાથનો’ ખેલ જિતાડી શકે

29 November, 2021 05:54 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

લેફ્ટ-આર્મ સ્પિનરો અક્ષર-જાડેજા ઉપરાંત અશ્વિનનો પણ ન્યુ ઝીલૅન્ડને ડરઃ ભારતીયોને ૯ વિકેટની, કિવીઓને ૨૮૦ રનની જરૂર

અક્ષર પટેલ (ડાબે)ની આ ચોથી ટેસ્ટ છે, જ્યારે જાડેજાની આ ૫૭મી ટેસ્ટ છે. ( તસવીરઃ પી.ટી.આઇ.)

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની હારનો બદલો લેવાનો આજે (સવારે ૯.૩૦થી લાઇવ) બહુ સારો મોકો છે અને એમાં સ્પિન-ત્રિપુટી સફળતા અપાવી શકે. ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ગઈ કાલે કિવીઓની નૌકાના સઢમાં એક ગાબડું પાડી દીધું હતું અને આજે વધુ વિકેટ લે તો નવાઈ નહીં. જોકે આ મૅચમાં સ્પિન-સમ્રાટ બનવા ગુજરાતી લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલને આજે ફરી મોકો છે અને સામા છેડે તેને બીજા ગુજરાતી લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાનો પણ સારો સાથ મળી શકે. અક્ષરે પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી એટલે તે એ જોશ અને જુસ્સો આજે ફરી બતાવશે તો નવાઈ નહીં.
ગઈ કાલે ભારતના બીજા દાવમાં કિવી સ્પિનર એજાઝ પટેલને માત્ર એક વિકેટ મળી હતી, પરંતુ આજે ભારતીય સ્પિનરો તરખાટ મચાવે તો આશ્ચર્ય નહીં થાય. ક્રમવાર ૩૪૫ પછી ૨૩૪

ભારતે પ્રથમ દાવમાં ૩૪૫ રન બનાવ્યા પછી ગઈ કાલે બીજો દાવ ૭ વિકેટ પડી ગયા બાદ ૨૩૪ રન પર સમાપ્ત જાહેર કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડના પહેલા દાવમાં ૨૯૬ રન હતા. ગઈ કાલે કિવીઓનો સ્કોર ૨૮૪ના ટાર્ગેટ બાદ ૧ વિકેટે ૪ રન હતો. ભારતે આજે જીતવા માટે ૯ વિકેટ લેવાની છે, જ્યારે કિવીઓએ ૨૮૦ રન બનાવવાના છે.

વિલ યંગ નૉટઆઉટ હતો?
ગઈ કાલની ચોથા દિવસની રમતમાં ન્યુ ઝીલૅન્ડનો બીજા દાવનો સ્કોર ૨૮૪ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ એક વિકેટે ૪ રન હતો. પહેલા દાવમાં ૮૯ રન બનાવનાર ઓપનર વિલ યંગને અશ્વિને બે રને એલબીડબ્લ્યુ કર્યો હતો. અશ્વિનનો એ નીચો બૉલ યંગના પૅડ પર વાગ્યો હતો, જેમાં યંગની ઇન્સાઇડ એજ હતી અને બૉલ જો બૅટ કે પૅડને ન વાગ્યો હોત તો સ્ટમ્પ્સની બહારથી પસાર થયો હોત. જોકે થર્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ ખાસ્સોએવો સમય લીધા પછી યંગને આઉટ જાહેર કર્યો હતો. યંગને ખૂબ અનલકી માનવામાં આવી રહ્યો છે. પ્રથમ દાવમાં ૯૫ રન બનાવનાર ટૉમ લૅથમ બે રને અને નાઇટ-વૉચમૅન વિલિયમ સમરવિલ ઝીરો રને રમી રહ્યો હતો.

રવીન્દ્ર ફરી રવીન્દ્રને આઉટ કરશે?
રવીન્દ્ર જાડેજાએ પહેલા દાવમાં કિવી પ્લેયર રચિન રવીન્દ્રને ૧૩ રને ક્લીન બોલ્ડ કર્યો હતો. એ ઇનિંગ્સમાં જાડેજાની એ એકમાત્ર વિકેટ હતી. જોકે આજે જાડેજા તેને ફરી આઉટ કરશે કે નહીં એ જોવું રહ્યું. આજે જાડેજા બીજા કોઈ કિવીને પણ મુશ્કેલીમાં મૂકી શકે.

ડેબ્યુમાં સેન્ચુરી, હાફ સેન્ચુરીઃ શ્રેયસ પ્રથમ ભારતીય
કરીઅરની પહેલી જ ટેસ્ટ રમી રહેલો શ્રેયસ ઐયર બે દિવસ પહેલાં ડેબ્યુમાં સદી ફટકારનાર રોહિત અને પૃથ્વી પછી લાગલગાટ ત્રીજો મુંબઈકર બન્યો અને ત્યાર બાદ ગઈ કાલે તેણે હાફ સેન્ચુરી (૬૫ રન, ૧૨૫ બૉલ, એક સિક્સર, આઠ ફોર) ફટકારી હતી. શ્રેયસ ડેબ્યુ ટેસ્ટમાં સદી અને અર્ધ-સદી ફટકારનારો પ્રથમ ભારતીય બન્યો છે.
તેણે મિડલ ઑર્ડરમાં ખૂબ સારું રમીને સિલેક્ટરોની મૂંઝવણ વધારી દીધી છે, કારણ કે ૩ ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી પાછો આવશે એટલે બૅટિંગ લાઇનઅપમાંથી એકાદ પ્લેયરની બાદબાકી કરવી પડશે. જો વાનખેડેમાં પાંચને બદલે ચાર બોલર રાખવામાં આવશે તો કોઈ મુશ્કેલી નહીં 

ભારતનો ટૉપ-ઑર્ડર ફરી ફ્લૉપ : ઓપનરો અને રહાણે-પુજારાની નિષ્ફળતા ટીમને ચિંતા કરાવે છે

કાનપુરમાં ફક્ત ૪ રન બનાવીને આઉટ થયા બાદ પાછા જઈ રહેલા કૅપ્ટન રહાણે સાથે ઓપનર મયંક. ૧૦ રન પછી મયંક પણ આઉટ થયો હતો.  પી.ટી.આઇ.

શનિવારે અક્ષર પટેલે કિવીઓના પહેલા દાવમાં પાંચ વિકેટ અને અશ્વિને ત્રણ વિકેટના તરખાટથી બાજી ભારતના હાથમાં લાવી આપી ત્યાર બાદ ગઈ કાલે ભારતના બૅટર્સની આકરી કસોટી હતી, જેમાં ટૉપ-ઑર્ડર ફરી ફ્લૉપ ગયો. શુભમન ગિલ પહેલા દાવની હાફ સેન્ચુરી પછી ગઈ કાલે વહેલો આઉટ થઈ ગયો હતો. ટોચના ચાર બૅટર્સના બે દાવમાં પર્ફોર્મન્સ આ મુજબના છે ઃ મયંક અગરવાલ (૧૩ અને ૧૭), શુભમન ગિલ (૫૨ અને ૧), ચેતેશ્વર પુજારા (૨૬ અને ૨૨), કૅપ્ટન અજિંક્ય રહાણે (૩૫ અને ૪). જોકે મિડલમાં શ્રેયસ ઐયર ફરી સારું રમ્યો અને ભારતીય ટીમને મુસીબતમાંથી ઉગારી હતી, પણ ઐયરના ૬૫ રન ઉપરાંત ઈજામાંથી મુક્ત થઈને બૅટિંગ કરવા આવેલા વૃદ્ધિમાન સહા (૬૧ અણનમ, ૧૨૬ બૉલ, એક સિક્સર, ચાર ફોર)નું પણ ભારતના બીજા દાવના ૨૩૪/૭ (ડિક્લેર્ડ)માં મોટું યોગદાન હતું. પૂંછડિયાઓમાં અશ્વિન (૩૨ રન, ૬૨ બૉલ, પાંચ ફોર) અને અક્ષર પટેલ (૨૮ અણનમ, ૬૭ બૉલ, એક સિક્સર, બે ફોર)નો પણ સારો ફાળો હતો.
કિવીઓ વતી ટિમ સાઉધી અને કાઇલ જૅમીસને ત્રણ-ત્રણ તથા એજાઝ પટેલે એક વિકેટ લીધી હતી.

ત્રણ ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થનારી બીજી ટેસ્ટની ઇલેવનમાં કમનસીબે શ્રેયસનું નામ કદાચ નહીં જોવા મળે. એવું ન માની લેતા કે કોચ દ્રવિડ અને કૅપ્ટન કોહલી એ ટેસ્ટમાં રહાણેને ડ્રૉપ કરશે.
- વીવીએસ લક્ષ્મણ

મામ સફળ ચેઝમાં આટલો સ્કોર હાઇએસ્ટ છે. આજે કિવીઓ ૨૮૪ બનાવશે તો નવો વિક્રમ થયો ગણાશે. ઇતિહાસ ભારતના પડખે છે, પરંતુ કિવી ફીલ્ડિંગ કોચ લ્યુક રૉન્કીના મતે કિવીઓ લક્ષ્યાંક મેળવી શકશે.

2
ગઈ કાલે આટલામો એવો કિસ્સો બન્યો જેમાં ભારતની છઠ્ઠી, સાતમી અને આઠમી વિકેટ માટે હાફ સેન્ચુરીની ભાગીદારી થઈ. અશ્વિન-ઐયરની બાવન રનની, સહા-ઐયરની ૬૪ રનની અને સહા-અક્ષરની ૬૭ રન (નૉટઆઉટ)ની પાર્ટનરશિપ થઈ.

અશ્વિનની હવે ટેસ્ટમાં ભજ્જી જેટલી ૪૧૭ વિકેટ

રવિચન્દ્રન અશ્વિનની હવે હરભજન સિંહ જેટલી કુલ ૪૧૭ ટેસ્ટ-વિકેટ છે અને બન્ને ઑફ-સ્પિનરો ભારતીય બોલરોમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરોમાં અનિલ કુંબલે (૬૧૯) પ્રથમ અને કપિલ દેવ (૪૩૪) બીજા ક્રમે છે.

sports news cricket news ravindra jadeja