VPL 2025માં RSS વૉરિયર્સ અને એમ્પાયર વૉરિયર્સની જીત

01 February, 2025 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

RSS વૉરિયર્સે જીતનો લય જાળવી રાખતાં સતત બીજી જીત મેળવી હતી અને વિમલ વિક્ટર્સ ટીમનો સતત બીજી મૅચમાં પરાજય ‍થયો હતો

પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના ચોથા દિવસે વિકેટનો વરસાદ પડ્યો હતો. ચારમાંથી ત્રણ ટીમ ઑલઑઉટ થઈ ગઈ હતી અને કુલ ૩૮ વિકેટ પડી હતી. RSS વૉરિયર્સે જીતનો લય જાળવી રાખતાં સતત બીજી જીત મેળવી હતી અને વિમલ વિક્ટર્સ ટીમનો સતત બીજી મૅચમાં પરાજય ‍થયો હતો. એમ્પાયર વૉરિયર્સે જીતનું ખાતું ખોલ્યું હતું. આમ બન્ને વૉરિયર્સ ટીમ RSS અને એમ્પાયરે રોમાંચક જીત મેળવી હતી.

મૅચ : વિમલ વિક્ટર્સ (૧૮.૫ ઓવરમાં ૮૬ રનમાં ઑલઆઉટ – અભિષેક ફરિયા ૨૦ બૉલમાં ૩૩, હર્ષ ગડા ૨૪ બૉલમાં ૧૭ અને જેન વીસરિયા ૧૧ બૉલમાં ૧૧ રન. વિવેક ગાલા ૨૦ રનમાં પાંચ તથા મિહિર બૌઆ ૧૦ રનમાં અને રોમિલ શાહ ૧૧ રનમાં બે-બે વિકેટ) સામે RSS વૉરિયર્સ (૧૯ ઓવરમાં ૮ વિકેટે ૮૭ રન – અંકિત સત્રા ૩૪ બૉલમાં ૩૪, બિપિન સાવલા ૧૧ બૉલમાં ૧૫ રન. અભિષેક ફરિયા ૧૧ રનમાં ૩ અને ભાવિન નિશર ૮ રનમાં તથા અમિષ સત્રા ચાર રનમાં એક-એક વિકેટ)નો બે વિકેટે વિજય. મૅન ઑફ મૅચ RSS વૉરિયર્સનો વિવેક ગાલા (૨૦ રનમાં પાંચ વિકેટ).

મૅચ : એમ્પાયર વૉરિયર્સ (૧૭.૫ ઓવરમાં ૧૧૯ રનમાં ઑલઆઉટ – ઊર્મિલ વીસરિયા ૩૩ બૉલમાં ૪૦, પવન રીટા ૧૫ બૉલમાં ૧૭ અને જેનિત છાડવા ૯ બૉલમાં ૧૪ રન. નિસર્ગ છેડા ૨૭ રનમાં ૩, કપિલ ખીરાણી ૨૨ રનમાં બે અને સાગર ગાલા ૩ રનમાં એક વિકેટ)નો જૉલી જૅગ્વાર્સ (૨૦ ઓવરમાં ૯૬ રનમાં ઑલઆઉટ – નિસર્ગ છેડા ૯ બૉલમાં ૧૮, કુશ શાહ ૧૭ બૉલમાં ૧૧ રન. રસિક સત્રા ૬ રનમાં, શ્રેય કારિયા ૧૩ રનમાં અને કાર્તિક ગડા ૨૧ રનમાં ૩-૩ વિકેટ) સામે ૨૩ રનથી વિજય. મૅન ઑફ મૅચ : એમ્પાયર વૉરિયર્સનો રસિક સત્રા (૬ રનમાં ૩ વિકેટ અને એક મેઇડન ઓવર).

હવે સોમવારે સવારે સ્કૉર્ચર્સ v/s રંગોલી વાઇકિંગ્સ તથા બપોરે કલ્પલબ્ધિ બુલ્સ v/s ટૉપ ટેન્સ લાયન્સ વચ્ચે ટક્કર જામશે.

santacruz gujarati community news gujaratis of mumbai test cricket cricket news sports news sports