VPL 2025માં જૉલી જૅગ્વાર્સની રોમાંચક અને વિમલ વિક્ટર્સની ધમાકેદાર જીત

22 February, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝનની પ્રથમ ત્રણેય મૅચ હારીને ખરાબ શરૂઆત કર્યા બાદ વિમલ વિક્ટર્સ ગઈ કાલે સતત બીજી અને ધમાકેદાર જીત મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું હતું.

પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના નવમા દિવસે રોમાંચક મુકાબલાઓમાં જૉલી જૅગ્વાર્સ અને વિમલ વિક્ટર્સે જીત મેળવી હતી. જૉલી જૅગ્વાર્સે છેલ્લી ઓવરના ચોથા બૉલે ૩ વિકેટથી જીત મેળવીને હારની હૅટ-ટ્રિક ટાળી હતી અને સીઝનમાં બીજો વિજય મેળવ્યો હતો. પ્રથમ બન્ને મુકાબલાઓ જીતીને શાનદાર શરૂઆત કરનાર કલ્પલબ્ધિ બુલ્સ ફસડાઈ પડ્યું હતું અને ગઈ કાલે સતત ત્રીજી મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સીઝનની પ્રથમ ત્રણેય મૅચ હારીને ખરાબ શરૂઆત કર્યા બાદ વિમલ વિક્ટર્સ ગઈ કાલે સતત બીજી અને ધમાકેદાર જીત મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું હતું. 

મૅચ૧૭ કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૨ રન – ભાવેશ ગાલા ૩૧ બૉલમાં ૪૯, દર્શિત છેડા ૩૪ બૉલમાં ૩૩ અને વિજય નિશર ૧૪ બૉલમાં ૨૧ રન. ક્રમશ નંદુ ૨૧ રનમાં બે તથા રોમિલ ગડા ૧૩ રનમાં અને હિમાંશુ શાહ ૩૪ રનમાં એક-એક વિકેટ) સામે જૉલી જૅગ્વાર્સ (૧૯.૪ ઓવરમાં સાત વિકેટે ૧૪૩ રન – સાગર ગાલા ૨૫ બૉલમાં ૨૯, નિકેત શાહ ૨૬ બૉલમાં ૨૭ અને યશ સાવલા ૧૭ બૉલમાં ૨૩ રન. ભાવેશ ગાલા ૧૯ રનમાં અને પલક સાવલા ૧૬ રનમાં બે-બે તથા કમલેશ છાડવા ૧૯ રનમાં એક વિકેટ)નો ૩ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ જૉલી જૅગ્વાર્સનો રોમિલ ગડા (એક વિકેટ અને ૮ બૉલમાં ૧૬ રન).

મૅચ૧૮ ટૉપ ટેન્સ લાયન્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૩ રન – પ્રતીક ગડા ૫૫ બૉલમાં ૫૩, ધ્રુવ બોરિચા ૧૮ બૉલમાં ૨૦ અને દીપક શાહ ૯ બૉલમાં ૧૦ રન. ભાવિન નિશર ૨૧ રનમાં ૩, ખનવ શાહ ૨૦ રનમાં બે અને પ્રિન્સ ગડા ૨૦ રનમાં એક વિકેટ) સામે વિમલ વિક્ટર્સ (૧૨.૫ ઓવરમાં ૪ વિકેટે ૧૨૪ રન – અભિષેક ફરિયા ૨૯ બૉલમાં ૭૦, અંકિત ગાલા ૧૦ બૉલમાં ૧૯, માનિક છેડા ૮ બૉલમાં ૧૬ અને ચિરાગ નિશર ૧૭ બૉલમાં ૧૪ રન. દીપક શાહ ૨૪ રનમાં અને કશ્યમ સાવલા ૩૭ રનમાં બે-બે વિકેટ)નો ૬ વિકેટથી વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ વિમલ વિક્ટર્સનો અભિષેક ફરિયા (૨૯ બૉલમાં ૭૦ રન).

હવે થોડાક દિવસોના બ્રેક બાદ ત્રીજી માર્ચે સવારે સ્કૉર્ચર્સ v/s સ્કૉર્ચર્સ તથા બપોરે રંગોલી વાઇકિંગ્સ v/s RSS વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે.

santacruz t20 gujaratis of mumbai gujarati community news test cricket cricket news sports news sports mumbai