✕

હાઇએસ્ટ કૅચર બની ગયો તિલક વર્મા

25 October, 2026 08:54 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ કૅચ પકડવાનો બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ.

હાઇએસ્ટ કૅચર તિલક વર્મા

ભારતીય T20 ટીમના વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ શનિવારે ન્યુ ઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મૅચ દરમ્યાન ક્રિકેટજગતમાં એક મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તિલક T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એક કૅલેન્ડર વર્ષમાં ફીલ્ડર તરીકે સૌથી વધુ કૅચ ઝડપનારો ખેલાડી બની ગયો છે.

બીજી T20 મૅચમાં બે શાનદાર કૅચ પકડીને તિલકે ઇન્ડોનેશિયાના ડૅનિલ્સન હાવોને પાછળ છોડી દીધો હતો. ૨૦૨૬માં ફીલ્ડર તરીકે તિલકના નામે હવે કુલ ૨૬ કૅચ નોંધાઈ ચૂક્યા છે, જે ૨૦૨૫માં ઇન્ડોનેશિયાના ખેલાડીએ બનાવેલા ૨૫ કૅચના રેકૉર્ડ કરતાં એક વધુ છે.

બીજી મૅચ શરૂ થઈ એ પહેલાં તિલકને આ સિદ્ધિ હાંસલ કરવા માટે બે કૅચની જરૂર હતી. તેણે કિવી ઓપનર ટિમ સાઇફર્ટ અને ડૅરિલ મિચેલના કૅચ ઝડપીને આ માઇલસ્ટોન પાર કર્યો હતો. તેણે ચાલુ સીઝનમાં રમેલી ૩૦ ઇનિંગ્સમાં ઇનિંગ્સદીઠ ૦.૮૬૬ના પ્રભાવશાળી દર સાથે આ ૨૬ કૅચ પકડ્યા છે.

tilak varma new zealand team india indian cricket team t20 t20 international sports news sports