19 July, 2026 10:45 AM IST | તુળજા ભવાની દેવી મંદિર | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા
ભારતની T20 ટીમના વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ હાલમાં મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના તુળજાપુરમાં એક આધ્યાત્મિક વિઝિટ કરી હતી. હૈદરાબાદના ૨૩ વર્ષના સ્ટાર બૅટર તિલક વર્માએ શ્રી તુળજા ભવાની દેવીનાં દર્શન કર્યાં હતાં.
મંદિર ટ્રસ્ટ તરફથી તિલક વર્માને પરંપરાગત પાઘડી અને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. ૨૩થી ૨૬ જુલાઈ વચ્ચે ભારત ત્રણ T20 મૅચની સિરીઝ રમવા માટે ઝિમ્બાબ્વે જશે.