IPL 2020 પહેલા આવી શકે છે મોટા સમાચાર, નવા શહેરોની થઇ શકે છે જાહેરાત

09 November, 2019 06:10 PM IST  |  Mumbai

IPL 2020 પહેલા આવી શકે છે મોટા સમાચાર, નવા શહેરોની થઇ શકે છે જાહેરાત

આઇપીએલ 2020

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ને લઇને નવા સમાચાર આવી રહ્યા છે. જોકે આ સમાચાર લીગમાં નવી ટીમોને લઇને નહીં પણ નવા શહેરોને લઇને આવી રહ્યા છે. મળી રહેલ માહિતી પ્રમાણે આઇપીએલ 2020 ની મેચો નવા શહેરોમાં રમાઇ શકે છે. મંગળવારે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આઇપીએલની આઠ ટીમોના માલિકો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત મુંબઇમાં થશે. જેમાં આઇપીએલનું આયોજન વધુ ત્રણ નવા શહેરોમાં કરવા માટે ચર્ચા થઇ શકે છે.


આઇપીએલ 2020માં આ ત્રણ નવા શહેરો હોઇ શકે છે
આઇએએનએસ સાથે વાત કરતા બીસીસીઆઇના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે કે લખનઉ, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ આ ત્રણ શહેરોમાં આઇપીએલ 2020ની મેચો રમાડવા માટેની ચર્ચાઓ થઇ શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબ લખનઉને પોતાનું બીજું હોમ ગ્રાઉન્ડ બનાવવા માંગે છે. તો રાજસ્થાન રોયલ્સ ટીમ અમદાવાદની જગ્યાએ ગુવાહાટી તરફ પ્રયાણ કરવા માંગે છે.


રાજસ્થાનની ટીમ અમદાવાદની જગ્યાએ આ શહેરને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવવા માંગે છે
બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે ત્રિવેન્દ્રમમાં કઇ ટીમ પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવશે તેના પર હજું કોઇ નિર્ણય નથી થયો. રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ અમદાવાદની જગ્યાએ ગુવાહાટી ગ્રાઉન્ડ કરવાની માંગ કરી છે. જો જનલર કમીટી આ વાતથી સહમત થશે તો તેને ગ્રીન સિગ્નલ આપતા પહેલા બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમનું નિરીક્ષણ થશે.

આ પણ જુઓ : Irfan Pathan: ઑફ ધ ફિલ્ડ પણ ઑલ-રાઉન્ડર છે આ ક્રિકેટર, જુઓ તસવીરો

લખનઉનું ગ્રાઉન્ડ પંજાબનું બીજુ હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બની શકે છે
ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ વધુમાં જણાવ્યું કે ગત સીઝનથી જ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ લખનઉને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવવા માટેની રજૂઆત કરી ચુક્યું છે. બીસીસીઆઇ અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી મેચના રીવ્યુંથી ખુશ છે. તેથી તેવી સંભાવના છે કે તે ગ્રાઉન્ડ પંજાબનું બીજું હોમ ગ્રાઉન્ડ બની શકે છે. આ પહેલા પંજાબે આઈએસ બિંદ્રા સ્ટેડિયમ મોહાલી અને ઇંદોરનું હોલ્કર સ્ટેડિયમને પોતાનું બીજું હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમ તરીકે રમી ચુક્યું છે.

cricket news indian premier league board of control for cricket in india