કાર્તિકને વહેલો લાવવા રિટાયર આઉટ થવા વિચારેલું : ડુ પ્લેસી

10 May, 2022 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલમાં રિટાયર આઉટ થવાની પરંપરા રાજસ્થાન રૉયલ્સના આર. અશ્વિને શરૂ કરી છે.

ડુ પ્લેસી

રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૬૭ રનથી વિજય મેળવ્યો ત્યાર બાદ બૅન્ગલોરના કૅપ્ટન અને ૫૦ બૉલમાં અણનમ ૭૩ રન બનાવનાર ફૅફ ડુ પ્લેસીએ હર્ષા ભોગલેને ‘તમે રિટાયર આઉટ થવાનો કોઈ વિચાર કર્યો હતો?’ એના જવાબમાં કહ્યું હતું કે ‘હા, હું થાકી ગયો હતો અને રિટાયર આઉટ થવા માગતો હતો જેથી દિનેશ કાર્તિકને આવવા મળે અને તે ટીમને ઝડપથી રન અપાવી શકે. તે બહુ સારા ફૉર્મમાં છે. જોકે ૧૯મી ઓવરમાં (મૅક્સવેલની) વિકેટ પડી અને દિનેશ કાર્તિકને આવવા મળી ગયું.’
કાર્તિકને એ ઓવરના ત્રીજા જ બૉલમાં જીવતદાન મળ્યું હતું અને ત્યાર પછી તેણે રાઇટ-આર્મ ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી અને અફઘાનિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીની બોલિંગમાં ફટકાબાજી કરી હતી. દિનેશ કાર્તિકે કાર્તિક ત્યાગીની ઓવરના છેલ્લા બૉલમાં સિક્સર મારી હતી અને પછી ફારુકીની ૨૦મી ઓવરના ત્રીજા બૉલથી રમવા મળતાં હૅટ-ટ્રિક સિક્સર ફટકારી હતી અને છેલ્લા બૉલમાં ફોર ફટકારીને બૅન્ગલોરને ૧૯૨/૩નો સ્કોર અપાવ્યો હતો. હૈદરાબાદ હસરંગાની પાંચ વિકેટને કારણે માત્ર ૧૨૫ રનમાં ઑલઆઉટ થઈ જતાં બૅન્ગલોરનો ૬૭ રનથી વિજય થયો હતો.
આઇપીએલમાં રિટાયર આઉટ થવાની પરંપરા રાજસ્થાન રૉયલ્સના આર. અશ્વિને શરૂ કરી છે.

cricket news sports news sports