આ 5 ખેલાડીઓ કે જે વિશ્વમાં સૌથી ખતરનાક બેટ્સમેન બની શકે છે

04 September, 2019 08:25 PM IST  |  Mumbai

આ 5 ખેલાડીઓ કે જે વિશ્વમાં સૌથી ખતરનાક બેટ્સમેન બની શકે છે

Mumbai : ક્રિકેટની દુનિયામાં ટી20ની રમત આવ્યા બાદ ક્રિકેટમાં ગતી આવી છે. લોકોને હવે ફટાફટ ક્રિકેટ જોવાનું વધુ પસંદ કરે છે. ત્યારે આજના યુવા ક્રિકેટરો પણ આ ફટાફટ ક્રિકેટમાં રમવાનું વધુ પસંદ કરે છે. પણ આ ફટાફટ એટલે ટી20 ક્રિકેટના કારણે જે વધુ આક્રમક રમત રમે છે તે વધુ લોકપ્રીય થાય છે. તેવામાં વિશ્વના એવા ક્રિકેટરોની અમે તમને માહિતી આપીશું જે આવનારા સમયમાં ક્રિકેટની દુનિયામાં વધુ લોકપ્રીય થઇ શકે છે અને આક્રમક-ખતરનાક ખેલાડી બની શકે છે. અમે તેમને આવા વિશ્વના પાંચ ખેલાડીઓ વિશે માહિતી આપીશું. આ લિસ્ટમાં ત્રણ ખેલાડીઓ ભારતના યુવા ખેલાડી છે. જેને જોઇને તમે જરૂર કહેશો કે આ લિસ્ટમાં તેનું નામ હોવું જરૂરી છે.

શ્રેયસ અય્યર (ભારત)
શ્રેયસ અય્યર આઇપીએલ ના સમયગાળા દરમિયાન દિલ્હી તરફથી સારું રમતા જોવા મળ્યા હતા. તેના આધારે કહી શકાય કે ભવિષ્યમાં શ્રેષ્ઠ બેટ્સમેન બની શકે છે.

પૃથ્વી શૉ (ભારત)
પૃથ્વી શો દ્વારા ટેસ્ટ મેચ દરમિયાન ખૂબ અદભૂત દેખાવ કર્યો છે. આ ઉપરાંત, આઇપીએલમા પણ પૃથ્વી શો સારી ઇનિંગ રમી રહ્યો છે.

રીષભ પંત (ભારત)
રિષભ પંત એક એવો ભારતીય બેટ્સમેન છે જે ધોનીના અનુગામી તરીકે શ્રેષ્ઠ વિકલ્પ છે, અને તે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

સેમ કરણ (ઇંગ્લેન્ડ)
સેમ કરણ ઇંગ્લેન્ડ ના અત્યંત તોફાની રાઉન્ડર ખેલાડી છે. સેમ કરણ પણ તેના વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે.

શિમ્રોન હેટમેયર (વેસ્ટ ઇન્ડિઝ)
તમે શિમ્રોન હેટમેયર ની વિસ્ફોટક બેટિંગ વિશે જાણીતા છો, તો પછી આ યુવાન વેસ્ટ ઈન્ડિઝના ભાવિ વિસ્ફોટક બેટ્સમેન બની શકે છે.

cricket news Rishabh Pant prithvi shaw team india