વર્લ્ડ મેન્સ ડે નિમિત્તે પહેલી વાર ઓપન લેટર લખી સચિને કહ્યું..

21 November, 2019 11:58 AM IST  |  Mumbai

વર્લ્ડ મેન્સ ડે નિમિત્તે પહેલી વાર ઓપન લેટર લખી સચિને કહ્યું..

સચિન તેંડુલકર

સચિન તેન્ડુલકરે પહેલી વાર એક ઓપન લેટર લખ્યો છે જેમાં તેણે કહ્યું છે કે પૂરુષો રડે એમાં કંઈ ખોટું નથી. વર્લ્ડ મેન્સ ડે નિમિત્તે લખેલો આ ઓપન લેટર તેણે આજના યુવા પુરુષોને ડેડિકેટ કર્યો છે. આ લેટરમાં સચિન તેન્ડુલકરે લખ્યું હતું કે ‘તમે જલદીથી પિતા, પતિ, ભાઈ કે ફ્રેન્ડ બની શકો છો. મેન્ટોર કે ટીચર પણ બની શકો છો. ટૂંકમાં તમે ઉદાહરણ આપી દરેકને લીડ કરી શકો છો. તમે ઘણા હિંમતવાન, મજબૂત છો તેમ છતાં, જીવનમાં એવા ઘણા તબક્કા આવે છે જ્યારે તમે હારી જાઓ છો અને રડવાનું ઘણું મન થાય છે. તમે ત્યારે ઘણું સંભાળીને રડો છો, કેમ કે તમે એક પુરુષ છો. આપણી એક સામાન્ય માનસિકતા છે કે પુરુષો નથી રડતા અને જો તેરડે તો એ કમજોર થઈ જાય છે. મને યાદ છે ૨૦૧૩ની ૧૬ નવેમ્બરનો એ દિવસ. ત્યારે મારા મગજમાં શું ચાલતું હતું એની મને ખબર જ નહોતી. હું આખી દુનિયાની સામે જોઈ રહ્યો હતો. ત્યાં મને જે પણ મ‍ળ્યું એના માટે હું ઘણો ગૌરવ અનુભવી રહ્યો હતો અને ત્યારે જ મારી આંખોમાં પાણી આવી ગયાં. મારાં આંસુ બતાવવામાં મને કોઈ શરમ નહોતી આવતી. તો એવું તો શું છે જે તમને સ્ટ્રૉન્ગ બનાવે છે? અને શા માટે તમારાં આંસુ છુપાવવા? આંસુ દેખાડવા માટે ખૂબ જ હિંમત જોઈએ.’

sachin tendulkar