હાર્દિક ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાની કૅપ્ટન્સી માટે બહુ સારો વિકલ્પ છે: વેન્ગસરકર

27 June, 2022 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ સિલેક્ટર દિલીપ વેન્ગસરકરનું માનવું છે કે ‘આયરલૅન્ડ સામેની સિરીઝ માટે કૅપ્ટન તરીકે સિલેક્ટ થયેલો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા ગાળે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બની શકે છે.

હાર્દિક પાંડ્યા

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ સિલેક્ટર દિલીપ વેન્ગસરકરનું માનવું છે કે ‘આયરલૅન્ડ સામેની સિરીઝ માટે કૅપ્ટન તરીકે સિલેક્ટ થયેલો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા ગાળે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બની શકે છે. ભારતની આંતરરાષ્ટ્રીય ટીમનું સુકાન સોંપવા બાબતે હાર્દિક બહુ સારો વિકલ્પ બની રહેશે.’ રૉજર બિન્નીએ પણ વેન્ગીના મંતવ્ય સાથે સંમતિ દર્શાવી હતી.
વેન્ગસરકર આ વખતની આઇપીએલમાં હાર્દિક ઉપરાંત દેશના ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિકના પર્ફોર્મન્સથી પણ ખૂબ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ‘ઉમરાન ભારત માટે રોમાંચક ભાવિ કહી શકાય. મને આશા છે કે આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં તે જોવા મળશે.’

bollywood news cricket news