13 October, 2024 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીમ શ્રીલંકા
ગઈ કાલે બપોરે ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમે શ્રીલંકાને આઠ વિકેટે હરાવી હતી. આ સાથે જ એશિયા કપ 2024ની ચૅમ્પિયન ટીમ શ્રીલંકા આ વર્લ્ડ કપમાં એક પણ મૅચ જીત્યા વગર સતત ચાર મૅચમાં કારમી હાર સાથે સ્વદેશ પરત ફરી રહી છે. આ જીત સાથે ન્યુ ઝીલૅન્ડનો નેટ રન-રેટ -૦.૦૫૦થી +૦.૨૮૨ થયો છે. ત્રણ મૅચમાં ચાર પૉઇન્ટ સાથે ન્યુ ઝીલૅન્ડની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા ક્રમે છે.
આજે ભારત-ઑસ્ટ્રેલિયાની અને આવતી કાલે ૧૪ ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ-પાકિસ્તાનની મૅચથી સેમી ફાઇનલની ટૉપ-ટૂ ટીમ નક્કી થશે. જો ભારત અને ન્યુ ઝીલૅન્ડની ટીમ જીતશે તો ઑસ્ટ્રેલિયા સામે તેમના પણ ૬ પૉઇન્ટ થશે અને નેટ રન-રેટથી સેમી ફાઇનલિસ્ટ નક્કી થશે. જો ભારત અને ન્યુ ઝીલૅન્ડ મૅચ હારશે તો ઑસ્ટ્રેલિયા ૮ પૉઇન્ટ સાથે ગ્રુપAમાં પહેલી સેમી ફાઇનલિસ્ટ બનશે, જ્યારે પાકિસ્તાનના પણ ચાર પૉઇન્ટ થતાં જ નેટ રન-રેટના આધારે ભારત, ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાનમાંથી બીજી સેમી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે. ટૂંકમાં દરેક ટીમે સેમી ફાઇનલિસ્ટ બનવા માટે મોટા માર્જિનથી મૅચ જીતવી પડશે.
ગ્રુપ Aનું પૉઇન્ટ્સ-ટેબલ
ઑસ્ટ્રેલિયા (+૨.૭૮૬) - ત્રણ મૅચમાં ૬ પૉઇન્ટ
ભારત (+૦.૫૭૬) - ત્રણ મૅચમાં ચાર પૉઇન્ટ
ન્યુ ઝીલૅન્ડ (+૦.૨૮૨) - ત્રણ મૅચમાં ચાર પૉઇન્ટ
પાકિસ્તાન (-૦.૪૮૮) - ત્રણ મૅચમાં બે પૉઇન્ટ
શ્રીલંકા (-૨.૧૭૩) - ચાર મૅચમાં શૂન્ય
પૉઇન્ટ