ઇંગ્લૅન્ડ ટૂર અમારે માટે ઍશિઝ જેવી છે : કેમાર રોચ

06 July, 2020 01:49 PM IST  |  Mumbai Desk | Agencies

ઇંગ્લૅન્ડ ટૂર અમારે માટે ઍશિઝ જેવી છે : કેમાર રોચ

કેમાર રોચ

૮ જુલાઈથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની પહેલી ટેસ્ટ મૅચ શરૂ થવાની છે. આ સિરીઝને લઈને આતુરતા અનુભવી રહેલા વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર કેમાર રોચનું કહેવું છે કે આ ઇંગ્લૅન્ડ ટૂર મારા માટે ઍશિઝ જેવી છે.
આ સિરીઝ પહેલાં બન્ને ટીમ કૅરિબિયન ધરતી પર ટેસ્ટ સિરીઝ રમી હતી જેમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે બાજી મારી હતી. હાલમાં યોજાનારી સિરીઝ વિશે વાત કરતાં કેમારે કહ્યું કે ‘ટ્રોફીને ફરીથી કૅરિબિયન લઈ જવાનું અમારું સૌથી પહેલું લક્ષ્ય છે. ઇંગ્લૅન્ડમાં જીતવું પર્ફેક્ટ છે, પણ સાથે ટ્રોફીને ડિફેન્ડ કરવી પણ જરૂરી છે. આ સિરીઝ અમારે માટે ઘણી મોટી છે અને ઍશિઝ જેવી છે.’

sports sports news cricket news