ઍથ્લેટિક કોચને મળશે ચાર વર્ષનો કૉન્ટ્રૅક્ટ

05 July, 2020 03:33 PM IST  |  Mumbai | Agencies

ઍથ્લેટિક કોચને મળશે ચાર વર્ષનો કૉન્ટ્રૅક્ટ

કેન્દ્રીય ખેલપ્રધાન કિરેન રિજીજુએ જણાવ્યું છે કે ભારત સરકાર દેશના ઍથ્લિટને તૈયાર કરનાર કોચને વધુ સુવિધા આપી રહી છે તેમ જ તેમના કૉન્ટ્રૅક્ટ પણ વધારશે અને સૅલેરી પણ સારી આપશે. કિરેન રિજીજુએ કહ્યું કે ‘કેટલાક ભારતીય કોચ સારો પર્ફોર્મન્સ આપી રહ્યા છે અને તેમના કામકાજને બિરદાવવું જોઈએ. સરકાર પણ સૌથી સારા હોય એવી કોચિંગ-ટૅલન્ટને દેશભરમાંથી શોધી રહી છે જેથી દેશના ઍથ્લિટને આગળ વધવામાં સહાયતા મળી રહે. ભારતીય કોચના પગારમાં વધારો કરવા ઉપરાંત વિશ્વના અન્ય ઍથ્લિટની જેમ ભારતના ઍથ્લિટ્સ પણ સતત સારું પર્ફોર્મ કરતા રહે એ સુનિશ્ચિત કરવા માટે ભારતીય કોચનો કૉન્ટ્રૅક્ટ ચાર વર્ષનો કરવાની વિચાર કરવામાં આવી રહ્યો છે. કોચના કૉન્ટૅક્ટ ચાર વર્ષના બનાવવાથી ઑલિમ્પિક જેવી મોટી ઇન્ટરનૅશનલ સ્પર્ધા માટે પ્લેયરોને તૈયાર કરી શકાશે. ભારતના કેટલાક દિગ્ગજ જે હાલમાં સરકારી કામકાજ કરી રહ્યા છે તેમને પણ આ પ્રોગ્રામમાં જોડવામાં આવી શકે છે. ભૂતપૂર્વ ઍથ્લિટ્સના પર્ફોર્મન્સના આધારે અને કોચની સફળતાના આધારે તેમનો પગાર નક્કી કરવામાં આવશે. એક નવા અને જૂના કોચ નવા કૉન્ટ્રૅક્ટ હેઠળ કામ કરશે અને તેમની પસંદગી કરવાની જવાબદારી ખેલ મંત્રાલય તથા નૅશનલ સ્પોર્ટિંગ ફેડરેશનના હાથમાં રહેશે.’

sports sports news cricket news