વેસ્ટ ઇન્ડીઝમાં પહેલી વાર રમાશે ‘The 6ixty’ ટી૧૦ ટુર્નામેન્ટ

23 June, 2022 04:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૬ મેન્સ અને ૩ વિમેન્સ ટીમ ભાગ લેશે ઃ ત્રણ મહિને સ્પર્ધા રાખવાની યોજના

‘યુનિવર્સ બૉસ’ તરીકે જાણીતો ક્રિસ ગેઇલ ભારતમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ઇંગ્લૅન્ડ નાસીને આવેલા વિજય માલ્યાને મળ્યો હતો, જેનો ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં અપલોડ કરાયો હતો. માલ્યા અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો માલિક હતો અને ગેઇલ ઘણાં વર્ષો સુધી એ ટીમ વતી રમ્યો હતો. ક્રિસ ગેઇલ ‘The 6ixty’ ટુર્નામેન્ટનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે.

કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ આગામી ઑગસ્ટ મહિનામાં પહેલી વાર ‘The 6ixty’ નામની નવી ટી૧૦ ટુર્નામેન્ટ રમાશે. ૧૦-૧૦ ઓવરની મૅચોવાળી આ સ્પર્ધામાં ૬ મેન્સ ટીમ મેદાન પર રમવા ઊતરશે. મહિલાઓની ત્રણ ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

એ.એન.આઇ.ના અહેવાલ મુજબ સીપીએલની સીઝનની પહેલાં સેન્ટ કિટ્સમાં ૨૪-૨૬ ઑગસ્ટ દરમ્યાન ‘The 6ixty’ રમાશે. ક્રિકેટ બોર્ડ દર ત્રણ મહિને આ ટુર્નામેન્ટ રાખવા વિચારે છે. ક્રિસ ગેઇલ આ ટુર્નામેન્ટનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે.

સીપીએલ અને ક્રિકેટ બોર્ડનો આશય પ્રેક્ષકો તેમ જ ટીવી-દર્શકોને કંઈક નવું, વધુ રોમાંચક અને મનોરંજન પૂરું પાડવાનો છે.

sports sports news cricket news