ખરાબ ફૉર્મ જો લાંબો સમય ચાલે તો જાત પર શંકા જાય

21 May, 2022 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરની ટીમના ક્રિકેટ ડિરેક્ટર મા​ઇક હેસને કહ્યું કે ‘જો ખરાબ ફૉર્મ લાંબો સમય ચાલે તો કોઈનો પણ આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે.

વિરાટ કોહલી

બૅન્ગલોરની ટીમના ક્રિકેટ ડિરેક્ટર મા​ઇક હેસને કહ્યું કે ‘જો ખરાબ ફૉર્મ લાંબો સમય ચાલે તો કોઈનો પણ આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. વિરાટ કોહલી પણ એક એવો જ માણસ છે. તે રન કરવા ઉત્સુક હતો.’
કોહલીએ આખરે ગુજરાત સામે લક્ષ્યાંકનો પીછો કરતાં ૭૩ રન ફટકારીને ફૉર્મમાં વાપસી કરી છે. કોહલી ૧૩ વખત અલગ-અલગ રીતે આઉટ થયો હતો. મૅચ બાદ હેસને કહ્યું કે કોહલી નેટમાં બહુ આકરી પ્રૅક્ટિસ કરતો હતો અને મૅચમાં લય મેળવવાનો પ્રયાસ કરતો હતો, જેથી તેનો આત્મવિશ્વાસ ટકી રહે. છેલ્લી ૧૩માંથી ૧૨માં સાવ સસ્તામાં આઉટ થવા વિશે હેસને કહ્યું કે જો તમે આ પ્રકારના ખરાબ ફૉર્મમાંથી પસાર થતા હો તો થોડું દબાણ ચોક્કસ અનુભવો. અમને ખબર છે કે વિરાટે લક્ષ્યાંકનો પીછો કરવામાં કુશળતા મેળવી છે. તેણે મૅચમાં લય મેળવી છે. અમે જાણીએ છીએ કે તે કોઈ પણ સ્થિતિમાંથી મૅચને જિતાડી શકે છે.’

sports news virat kohli