ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ ચૅમ્પિયન થયું જમીનદોસ્ત

03 March, 2020 12:50 PM IST  | 

ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ ચૅમ્પિયન થયું જમીનદોસ્ત

જીતની ફીલિંગ્સ ખૂબ જ આઉટસ્ટૅનેડિંગ છે. બન્ને ટેસ્ટમાં વિકેટની સપેસ ખૂબ જ સારી હતી. ઇતિહાસ એવું કહે છે કે થોડા સમય બાદ પિચ બદલાઇ જાય છે, પરંતુ તમામ દિવસ પિચ ખૂબ જ સારી રહી હતી. બસ બૉલરે બૉલને યોગ્ય જગ્યાએ નાખવાની જરૂર હતી. ઇન્ડિયા વર્લ્ડ-ક્લાસ ટીમ છે અને એની સામે જીતવું ખૂબ જ સંતોષકારક છે. - કેન વિલિયમસન, ન્યૂઝીલૅન્ડની પિચ અને જીત વિશે

ટેસ્ટમાં દુનિયાની પ્રથમ નંબરની ટીમનો ન્યુ ઝીલૅન્ડમાં વાઇટવૉશ થયો છે. ન્યુ ઝીલૅન્ડની ટૂર દરમ્યાન વન-ડે બાદ ટેસ્ટમાં પણ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ૭ વિકેટે મૅચ જીતી હતી. ત્રીજા દિવસના મૉર્નિંગ સેશનમાં ઇન્ડિયા ૧૨૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં સૌથી વધુ રન ચેતેશ્વર પુજારાના ૨૪ હતા. ત્યાર બાદ એક પણ પ્લેયર ૨૦ રનનો આંકડો ક્રૉસ નહોતો કરી શક્યો. કોહલી પણ ફક્ત ૧૪ રન બનાવીને આઉટ થયો હતો. ન્યુ ઝીલૅન્ડના ટ્રેન્ટ બોલ્ટે ચાર અને ટીમ સાઉધીએ ત્રણ વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીની કૅપ્ટનસીમાં પહેલી વાર ટેસ્ટ સિરીઝમાં થયો વાઇટવૉશ
ન્યુ ઝીલૅન્ડના ઓપનર ટૉમ લૅથમ અને ટૉમ બ્લુન્ડેલે અનુક્રમે ૫૨ અને ૫૫ રન કર્યા હતા. લૅથમની વિકેટ ઉમેશ યાદવે લીધા બાદ પાંચ રન કરીને કેન વિલિયમસન પણ આઉટ થયો હતો. વિલિયમસનની સાથે બ્લુન્ડેલની વિકેટ પણ જસપ્રીત બુમરાહે લીધી હતી. જોકે ઓપનર દ્વારા સારી શરૂઆત કરવામાં આવતાં ન્યુ ઝીલૅન્ડને મૅચ જીતવામાં વધુ મુશ્કેલી નહોતી પડી. પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે ૪૯ રન કર્યા હોવાથી કાયલ જેમિસનને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ટીમ સાઉધીએ સૌથી વધુ વિકેટ લેતાં તેને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

cricket news sports sports news new zealand india