26 December, 2025 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત અને જસપ્રીત બુમરાહ સાથેની ટેમ્બા બવુમા સાથેની ફાઇલ તસવીર
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ-મૅચ દરમ્યાન મેદાન પર તેના માટે વપરાયેલા ‘બૌના’ શબ્દ વિશે આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાએ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તે કહે છે, ‘મને ખબર છે કે બૅટિંગ સમયે મારી બાજુમાં એક વાતચીત થઈ રહી હતી જ્યાં તેમણે મને સંબોધવા માટે તેમની ભાષાનો ઉપયોગ કર્યો હતો. દિવસના અંતે બે સિનિયર ખેલાડીઓ રિષભ પંત અને જસપ્રીત બુમરાહ આવ્યા અને માફી માગી. જ્યારે માફી માગવામાં આવી ત્યારે મને ખબર નહોતી કે શેના માટે માફી માગી રહ્યા છે. મારા વિશે એ સમયે જે બોલાયું એ મેં સાંભળ્યું નહોતું અને મારે મારા મીડિયા-મૅનેજર સાથે એના વિશે વાત કરવી પડી. મેદાન પર જે થાય છે એ મેદાન પર રહે છે, પરંતુ તમને જે કહેવામાં આવ્યું હતું એ તમે ભૂલતા નથી.’