ટીમ ઇન્ડિયા ટી20 ક્રિકેટમાં રન ચેઝ કરવામાં નંબર વન

09 November, 2019 11:25 AM IST  |  Mumbai

ટીમ ઇન્ડિયા ટી20 ક્રિકેટમાં રન ચેઝ કરવામાં નંબર વન

ટીમ ઇન્ડિયા

(આઇ.એ.એન.એસ.) ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી ટી૨૦ મૅચ જીતીને એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કરીને ઑસ્ટ્રેલિયાની ટીમને માત આપી છે. સૌથી વધારે ટી૨૦ મૅચ ચેઝ કરવામાં ભારત નંબર-વન બન્યું છે. રેકૉર્ડ પ્રમાણે ભારતે ટી૨૦માં ચેઝ કરેલી ૬૧ મૅચમાંથી ૪૧ મૅચ પોતાના નામે કરી છે. આ કારણસર ઑસ્ટ્રેલિયા બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. ઑસ્ટ્રેલિયા ૬૯ મૅચમાં ચેઝ કરીને ૪૦ મૅચ જીતવાનો રેકૉર્ડ ધરાવે છે. આ સાથે જ પાકિસ્તાન ૬૭ મૅચ ચેઝ કરીને ૩૬ મૅચ પોતાના નામે કરી ચૂકી છે. આ યાદીમાં પાકિસ્તાન ત્રીજા ક્રમાંકે છે.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

રોહિતના સ્કોર-રેટને વિરાટ કોહલી પણ નહીં પહોંચી શકે : સેહવાગ
તો બીજી તરફ રાજકોટમાં રમાયેલી બાંગ્લાદેશ સામેની બીજી ટી૨૦ મૅચમાં સુકાની રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગની વીરેન્દર સેહવાગે વાહવાહી કરી છે. ૪૩ બૉલમાં ૮૫ રનની પારી રહી હતી, જેમાં છ છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા. તેણે ૧૯૭.૬૭ના સ્ટ્રાઇક-રેટની બૅટિંગ કરી હતી. આ વિશે વાત કરતાં સેહવાગે કહ્યું હતું કે ‘એક ઓવરમાં ૩-૪ સિક્સર મારવી અથવા ૪૫ બૉલમાં ૮૦-૯૦ રન બનાવવા એ એક કળા છે. રોહિત જેટલી રેગ્યુલર રીતે બૅટિંગ કરે છે એવું તો મેં અત્યાર સુધી વિરાટ કોહલીને પણ બૅટિંગ કરતા નથી જોયો. સચિન હંમેશાં બીજાને કહેતો કે જો હું આ પ્રમાણે રમી શકું છું તો તમે કેમ નહીં? પણ તે એ નહોતો સમજતો કે ભગવાન એક જ હોય અને તેના જેવું કોઈ બની પણ ન શકે.’ પોતાના કરીઅરની ૧૦૦મી ટી૨૦ મૅચ રમતા સિક્સર-કિંગે દસમી ઓવરમાં ત્રણ બૉલમાં ત્રણ સિક્સર મારીને હૅટ-ટ્રિક કરી હતી.

cricket news board of control for cricket in india team india