ટીમ ઇન્ડિયાએ શરૂ કરી ટ્રેઇનિંગ, પંત જોડાયો

28 July, 2021 02:50 PM IST  |  Mumbai | Agency

ભારતીય ટીમ આ પહેલાં કાઉન્ટી ઇલેવન સામે ત્રણ દિવસની એક વૉર્મઅપ મૅચ પણ રમી હતી જે ડ્રૉ ગઈ હતી.

ટીમ ઇન્ડિયાએ શરૂ કરી ટ્રેઇનિંગ, પંત જોડાયો

ચોથી ઑગસ્ટથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે ડર્હામની સેન્ટ્રલ પિચ પર ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. કોરોનાને મહાત આપીને આવેલો વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત પણ  ટીમ સાથે જોડાયો હતો અને તેણે બૅટિંગ કરી હતી. ક્રિકેટ બોર્ડે સોશ્યલ મીડિયામાં ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ, મયં‍ક અગરવાલ, કૅપ્ટન વિરાટ કોહલી, વાઇ કૅપ્ટન અજિંક્ય રહાણે, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માના ફોટો અપલોડ કર્યા હતા. ભારતીય ટીમ આ પહેલાં કાઉન્ટી ઇલેવન સામે ત્રણ દિવસની એક વૉર્મઅપ મૅચ પણ રમી હતી જે ડ્રૉ ગઈ હતી.

sports news sports cricket news