સતત ત્રીજા વર્ષે ભારતે જાળવી રાખી ટેસ્ટ ચૅમ્પિયનશિપ ગદા

02 April, 2019 12:25 PM IST  | 

સતત ત્રીજા વર્ષે ભારતે જાળવી રાખી ટેસ્ટ ચૅમ્પિયનશિપ ગદા

ફાઈલ ફોટો

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝને ૨-૦થી કચડીને અને ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત બૉર્ડર-ગાવસકર ટ્રોફી જીતીને ભારતની ક્રિકેટ ટીમે સતત ત્રીજા વર્ષે ટેસ્ટ ચૅમ્પિયનશિપ મૅશ (ગદા) અને એક મિલ્યન અમેરિકન ડૉલર ઇનામમાં જીત્યા હતા. ત્ઘ્ઘ્ દર વર્ષે એક એપ્રિલના દિવસે ટેસ્ટ ટીમ રૅન્કિંગમાં નંબર વન રહેનારી ટીમને ટેસ્ટ મૅશ અને એક મિલ્યન અમેરિકન ડૉલર ઇનામમાં આપે છે. ચેતેશ્વર પુજારાએ બૉર્ડર-ગાવસકર સિરીઝમાં હાઇએસ્ટ ૫૨૧ અને ૨૧ વર્ષના રિષભ પંતે ૩૫૦ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડ રૅન્કિંગમાં બીજા સ્થાને રહી હતી.

ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ મીડિયાને કહ્યું હતું કે ‘ટેસ્ટ મૅશ જાળવી રાખવા બદલ અમારી ટીમને ગર્વ છે. ટીમ ઇન્ડિયા દરેક ફૉર્મેટમાં સારું પર્ફોર્મ કરી રહી છે, પણ ટેસ્ટ રૅન્કિંગમાં ટૉપ પર રહેવા બદલ અમને વધુ આનંદ થઈ રહ્યો છે. અમારી ટીમ જાણે છે કે ટેસ્ટ ક્રિકેટ જ બેસ્ટ ક્રિકેટ છે અને હવે અમારે ટૉપ પર રહેવા અમારું બેસ્ટ જ આપવું પડશે.’

આ પણ વાંચોઃ એક વિકેટકિપર જેને તમે ક્યારે વિકેટકિંપિંગ કરતા નથી જોયો

સાઉથ આફ્રિકા ૧૦૫ પૉઇન્ટ્સ સાથે ત્રીજા અને ઑસ્ટ્રેલિયા ૧૦૪ પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમે છે. ભારત પોતાની આગામી ટેસ્ટ-સિરીઝ વેસ્ટ ઇન્ડીઝમાં જુલાઈ મહિનામાં રમશે.

team india cricket news sports news test cricket