ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે 347/9 ઇનીંગ ડિક્લેર કરી, કોહલીની 27મી ટેસ્ટ સદી

23 November, 2019 04:57 PM IST  |  Kolkata

ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે 347/9 ઇનીંગ ડિક્લેર કરી, કોહલીની 27મી ટેસ્ટ સદી

વિરાટ કહોલી

કોલકત્તામાં ચાલી રહેલ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ ખરાબ શરૂઆત બાદ હાલ મજબુત સ્થિતી પર પહોંચી ગયું છે. બાંગ્લાદેશને 106 રનમાં જ પહેલી ઇનીંગમાં ઓલ આઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે 9 વિકેટે 347 રને દાવ ડિક્લેર કર્યો છે. ભારત તરફથી સુકાની વિરાટ કોહલીએ 136 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તો રહાણેએ 51 અને પુજારાએ 55 રનની ઉપયોગી ઇનીંગ રમી હતી. સુકાની કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 27મી સદી ફટકારી હતી. તેણે 141 ઇનીંગમાં 27 સદી ફટકારીને સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો હતો અને સચિન તેંડુલકરના આ રેકોર્ડની સરખામણી કરી હતી. તો કોહલીએભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી.



કોહલીએ સુકાની તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી ફટકારી છે. સુકાની તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.

સૌથી ઝડપી 27 ટેસ્ટ સદી

ખેલાડી         ઇનીંગ્સ
ડોન બ્રેડમેન      70
સચિન તેંડુલકર   141
વિરાટ કોહલી    141
સુનિલ ગાવસ્કર  154


વિરાટ કોહલી ભારતના પાંચેય મેજર ટેસ્ટ સેન્ટર એટલે કે મુંબઈ, કોલકાતા, ચેન્નાઇ, બેંગ્લુરુ અને દિલ્હીમાં સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો છે. તેની પહેલા ગુંડપ્પા વિશ્વનાથ, સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

કોહલીના કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5 હજાર રન
કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠો બેટ્સમેન છે. કોહલીએ 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે 97 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન અચીવ કર્યો હતો. તે બંને સિવાય ક્લાઈવ લોઇડ (106 ઇંનિંગ્સ), ગ્રેમ સ્મિથ 110 ઇનિંગ્સ, એલેન બોર્ડર 116 ઇનિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગ 130 ઇનિંગ્સમાં 5 હજાર રનનો આંક વટાવી ચૂક્યા છે.

cricket news virat kohli team india