વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, જોવા મળશે નવા ચહેરા

21 July, 2019 02:31 PM IST  | 

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, જોવા મળશે નવા ચહેરા

વર્લ્ડ કપ પછી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. ટીમની કમાન ફરી એકવાર વિરાટ કોહલીને આપવામાં આવી રહી છે. વર્લ્ડ કપ 2019 પછી ભારતીય ટીમનો પહેલો પ્રવાસ છે. મુંબઈમાં BCCI દ્વારા યોજાયેલી મિટિંગમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન કર્યું છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપમાં હાલ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમની કમાન વિરાટના હાથમાં જ રહેશે

વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં હાર પછી ટીમ ઈન્ડિયામાં ઘણા બદલાવ કરવામાં આવે તેવુ માનવામાં આવી રહ્યું હતું. ટીમમાં વન-ડે અને T-20 મેચોમાં ઘણા નવા પ્લેયર્સને સ્થાનમાં આપવામાં આવ્યું છે. ભારતીય વન-ડે ટીમમાં મનીષ પાન્ડે, શ્રેયસ અય્યર, ખલીલ અહેમદ, નવદીપ સૈનીને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે હાર્દિક પંડ્યા, બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટીમના એલાન પહેલા જ ધોનીએ 2 મહિનાના વિરામની જાહેરાત કરી હતી.

વન-ડે ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ, ચહલ, કેદાવ જાદવ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદિપ સૈની


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં T-20માં પણ ઘણા યુવા પ્લેયર્સને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા સાથે વોશિંગટ્ન સુંદર, રાહુલ ચહર, દીપક ચાહર જેવા નવા ચહેરા ભારતીય ટીમમાં જોવા મળી શકે છે.

T-20 માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા. વોશિંગટન સુંદર, રાહુલ ચહર. દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદિપ સૈની


વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝ માટે પણ ભારતીય ટીમમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે, ભારતીય ટીમના સિલેકટર્સે રિષભ પંત અને લોકેશ રાહુલ પર ત્રણેય ફોર્મેટ માટે વિશ્વાસ મુક્યો છે. બન્ને યુવા પ્લેયર્સને વેસ્ટ ઈન્ડિઝ સામેના ત્રણેય ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટેસ્ટ ટીમમાં લાંબા સમય પછી અશ્વિન વાપસી કરી રહ્યો છે. આ સાથે જ ટીમના અનુભવી પ્લેયર ઈશાંત શર્મા પણ જોવા મળશે.

ભારતીય ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી, અજિંક્ય રહાણે. મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, પૂજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, વૃદ્ધિમાન સહા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ, ઈશાંત શર્મા, શામી, બુમરાહ, ઉમેશ યાદવ

cricket news sports news gujarati mid-day