વિરાટ કોહલી મેદાનની સાથે સોશિયલ મીડિયામાં પણ કિંગ

18 August, 2019 08:05 PM IST  |  Mumbai

વિરાટ કોહલી મેદાનની સાથે સોશિયલ મીડિયામાં પણ કિંગ

Mumbai : ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી આજ કાલ એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરતો જાય છે. આમ, વિરાટ કોહલી માત્ર મેદાન પરનો જ નહીં મેદાન બહારનો પણ કિંગ છે. સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલો કરવામાં આવતાં ક્રિકેટરોના લિસ્ટમાં તે પ્રથમ નંબર પર છે.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન કરનાર એક માત્ર ક્રિકેટર
વિરાટ કોહલી એક દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન બનાવી ચુક્યો છે અને આવું કારનામું કરનારો એક માત્ર ક્રિકેટર છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણો સક્રિય છે.ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ-ત્રણ કરોડથી વધારે ફોલોઅર છે. સોશિયલ મીડિયામાં તે સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર છે.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

સચિન તેંડુલકર બીજા સ્થાને છે
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બીજા સ્થાન પર છે. ટ્વિટર ત્રણ કરોડ, ફેસબુક પર 2.8 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 1.65 કરોડ ફોલોઅર છે. મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર આટલો એક્ટિવ નથી પરંતુ તેમ છતાં ત્રીજા ક્રમ પર છે. ઈન્સ્ટાગ્રામ પર 1.54 કરોડ, ટ્વિટર પર 77 લાખ અને ફેસબુક પર 2.05 કરોડ ફોલોઅર છે.

virat kohli team india technology news