વિન્ડીઝમાં ટીમ ઈન્ડિયા પર હુમલાની શક્યતાના અહેવાલો પર ICCની સ્પષ્ટતા

19 August, 2019 09:08 AM IST  |  નવી દિલ્હી

વિન્ડીઝમાં ટીમ ઈન્ડિયા પર હુમલાની શક્યતાના અહેવાલો પર ICCની સ્પષ્ટતા

વેસ્ટઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા પર થઈ શકે છે હુમલો

ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે છે જ્યાં ટીમને હજી ટેસ્ટ સીરિઝ રમવાની છે. ટી 20 અને વનડે સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડીઝ એ સામે અભ્યાસ મેચ રમી રહી છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીને એક ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા પર હુમલો કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પાકિસ્તાની મીડિયાના પ્રમાણે, વેસ્ટઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા પર હુમલો થવાની સંભાવના છે. આવા પ્રકારનો ઈમેઈલ પીસીબીને મળ્યો છે. તેની જાણકારી પીસીબીએ આઈસીસીને આપી છે. જો કે, આ પ્રકારના ખબરોને આઈસીસી અને વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ બોર્ડે અફવા ગણાવી છે. ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ ટીમને કોઈ ખાસ સુરક્ષા પણ નથી આપવામાં આવી.

આ પણ જુઓઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ટી20 અને વન ડે સીરિઝમાં વેસ્ટઈન્ડીઝના સુપડા સાફ કરી દીધી છે. આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ એ ટીમ સાથે 3 દિવસના મેચમાં અભ્યાસ કરી છે. ત્યારે ભારતીય ટીમ પર હુમલાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

west indies international cricket council pakistan sports news