WI સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત કૅપ્ટન, કોહલી રમશે, જાણો કોને આરામ

27 January, 2022 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રોહિત શર્માએ કૅપ્ટન તરીકે બન્ને ટીમમાં કમબૅક કર્યું છે. જ્યારે વિરાટ કોહલી બન્ને સીરિઝ માટે અવેલેબલ રહેશે. ભુવનેશ્વર કુમારને વનડેમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

રોહિત શર્મા (ફાઇલ તસવીર)

વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ટી-20 અને વનડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્માએ કૅપ્ટન તરીકે બન્ને ટીમમાં કમબૅક કર્યું છે. જ્યારે વિરાટ કોહલી બન્ને સીરિઝ માટે અવેલેબલ રહેશે. ભુવનેશ્વર કુમારને વનડેમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

ટી 20 ટીમ: 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસકૅપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.

વનડે ટીમ: 
રોહિત શર્મા (કૅપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કૅપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને બન્ને સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. તો, કેએલ રાહુલ બીજી વનડેથી ટીમ સાથે જોડાશે. રવીન્દ્ર જાડેજા હાલ ઘૂંટણની ઇજાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી. તે હાલ રિકવરીના ફાઇનલ સ્ટેજમાં છે, આથી બન્ને સીરિઝમાં તેમની પસંદગી નથી કરવામાં આવી. અક્ષર પટેલને માત્ર ટી-20 ટીમમાં સ્થાન મળ્યું છે.

આ ખેલાડીઓની ટીમમં એન્ટ્રી
કુલદીપ યાદવની ફરી એકવાર ટીમમાં એન્ટ્રી થઈ છે, તેને વનડે ટીમમાં સામેલ કરવામાં આ્યો છે. કુલદીપ યાદવે ઘૂંટણના ઑપરેશન બાદ સીમિત ઓવરની ટીમમાં કમબૅક કર્યું છે. તો, રવિ બિશ્નોઈને પહેલી વાર ટીમ ઇન્ડિયામાં લેવામાં આવ્યો છે. તેની પાસે ડેબ્યૂ તક છે, રવિ બિશ્નોઈને બન્ને ટીમમાં સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે વનડે ટીમમાં દીપક હૂડાને પણ તક મળી છે અને આ એક ચોંકાવનારું નામ છે.

કૅપ્ટન રોહિત શર્માનું કમબૅક
ઇજામાંથી સ્વસ્થ થયા બાદ કૅપ્ટન રોહિત શર્માનું કમબૅક થઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત હોવાને કારણે તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝ રમી શક્યો નહોતો. કૅપ્ટન બન્યા પછી રોહિતની આ પહેલી વનડે સીરિઝ હશે. છેલ્લા કેટલાક દિવસોથી તે બેંગ્લુરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં હતો અને ત્યાં જ રિકવર થઈ રહ્યો હતો. બીસીસીઆઇના નવા નિયમો પ્રમાણે, જે પણ ખેલાડી ઇજાગ્રસ્ત કે કોઈ તકલીફને કારણે પાછાં આવી રહ્યા છે તેમને ફિટનેસ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

બન્ને ટીમ વચ્ચે વનડે-ટી20ની સીરિઝ થશે
ટીમ ઇન્ડિયાને પોતાના ઘરમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ વનડે અને તેના પછી ત્રણ ટી20 સીરિઝ રમવાની છે. વનડે સીરિઝની બધી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીના રમાશે. ત્યાર બાદ બન્ને ટીમ ત્રણ ટી20ની સીરિઝ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં 16,18 અને 20 ફેબ્રુઆરીના રમાશે.

sports news sports cricket news team india