મશરફે મોર્તઝાની ગેરહાજરીમાં કૅપ્ટન બન્યો તમિમ ઇકબાલ

21 July, 2019 09:35 AM IST  |  દુબઈ

મશરફે મોર્તઝાની ગેરહાજરીમાં કૅપ્ટન બન્યો તમિમ ઇકબાલ

મશરફે મોર્તઝાની ગેરહાજરીમાં કૅપ્ટન બન્યો તમિમ ઇકબાલ

બંગલા દેશનો કૅપ્ટન મશરફે મોર્તઝાને પગમાં ઈજા થતાં શ્રીલંકાની ટૂરમાં તેના સ્થાને અનુભવી ઓપનર તમિમ ઇકબાલ ટીમને લીડ કરશે. હજી થોડા દિવસ પહેલાં રિટાયરમેન્ટની અફવાઓને વિરામ આપ્યા પછી શ્રીલંકા ટૂરમાં મોર્તઝા સિલેક્ટ થયો હતો અને નેટ-સેશન દરમ્યાન તેને હૅમસ્ટ્રિંગની ઈજા થતાં તે આગામી ટૂરમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને પેસ બોલર તસ્કિન એહમદને સિલેક્ટ કરવામાં આવ્યો છે. તમિમ ટેસ્ટ-ક્રિકેટમાં ટીમની કૅપ્ટન્સી કર્યા પછી હવે પહેલી વખત વન-ડેમાં લીડરશિપ સંભાળશે. ઇન્જરી રિકવર થતાં ૩થી ૪ અઠવાડિયાં લાગશે. ઇન્જર્ડ બોલર મોહમ્મદ સૈફુદ્દીનના સ્થાને ફરહાદ રઝાને ટીમમાં સ્થાન મળ્યું છે.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ડિકવેલા અને ધનંજયનું શ્રીલંકન ટીમમાં કમબૅક
ઇન-ફૉર્મ વિકેટકીપર-બૅટ્સમૅન નિરોશન ડિકવેલાને આગામી હોમ સિરીઝ માટે શ્રીલંકન ટીમમાં સ્થાન મળ્યું છે. સ્પિનર્સ લક્ષણ સંદકન અને અકિલા ધનંજયનો પણ ટીમમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. દિનેશ ચંદીમલ પાસે અનુભવ હોવા છતાં હજી તેને ઇગ્નોર કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ચંદીમલને વર્લ્ડ કપમાં પણ લેવામાં નહોતો આવ્યો.

bangladesh cricket news