T20 World Cup: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર

29 September, 2022 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ જ ઈજાગ્રસ્ત થયો હતો

ફાઇલ તસવીર

આગામી મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહની પીઠની ઈજા ઘણી ગંભીર છે અને તે આગામી 4થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે. જોકે, BCCIએ હજુ સુધી બુમરાહના સ્થાનની જાહેરાત કરી નથી.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બુમરાહ પીઠના દુખાવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જસપ્રીત બુમરાહને કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે સર્જરીની જરૂર નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે જસપ્રીત બુમરાહ 4 થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.

વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ જ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી જસપ્રીત બુમરાહ એશિયા કપનો ભાગ પણ ન બની શક્યો અને આ દરમિયાન તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કર્યું. બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, પરંતુ સિરીઝની બે મેચ રમ્યા બાદ જ બુમરાહ ફરી ઈજાગ્રસ્ત થયો હતો.

બુમરાહ નંબર વન બોલર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આફ્રિકા સામે રમાયેલી ટી20 મેચ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ ઈજાના કારણે મેચમાંથી બહાર છે. આ પછી, BCCI દ્વારા બુમરાહને લઈને ફિટનેસ અપડેટ જારી કરવામાં આવ્યું હતું. આ અપડેટમાં ખુલાસો થયો કે બુમરાહને પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠમાં દુખાવો થયો હતો.

sports news cricket news jasprit bumrah