લોકેશ રાહુલ ઘટાડી શકે છે કૅપ્ટન કોહલી પરનું પ્રેશર : બ્રેટ લી

15 October, 2021 02:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલે આ વખતે આઇપીએલમાં સૌથી વધુ ૬૨૬ રન બનાવ્યા છે

લોકેશ રાહુલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ૪૪ વર્ષના બ્રેટ લીને ખાતરી છે કે યુએઈ ખાતેના આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં જો ભારતીય ટીમ કે. એલ. રાહુલ વિશે ખાસ યોજના બનાવીને તેને ટીમના સ્તંભ તરીકે માનશે તો કૅપ્ટન વિરાટ કોહલી પરનો ઘણોખરો બોજ હળવો થઈ જશે.

રાહુલે આ વખતે આઇપીએલમાં સૌથી વધુ ૬૨૬ રન બનાવ્યા છે. તે પંજાબ કિંગ્સનો કૅપ્ટન હતો. બ્રેટ લીના મતે ‘ભારત આ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે, કારણ કે એ ત્રણેય ફૉર્મેટની મૅચમાં હરીફ ટીમ પર પ્રભુત્વ જમાવી શકે છે. જો રાહુલ ઓપનિંગમાં ઘણા રન બનાવશે તો કોહલી પરથી ઘણો ભાર ઊતરી જશે અને તે પોતાની નૅચરલ ગેમ રમી શકશે. મારા મતે રાહુલ આઇપીએલની જેમ વર્લ્ડ કપમાં પણ સૌથી વધુ રન બનાવશે.’

બ્રેટ લીના મતે સૂર્યકુમાર યાદવ પણ ભારતીય બૅટિંગને ચાર ચાંદ લગાવી શકે છે.

sports sports news cricket news t20 world cup kl rahul