02 February, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક અને સુંદર ઉપલબ્ધ રહેશે?
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ઇન્જર્ડ તિલક વર્મા અને વૉશિંગ્ટન સુંદરની ઉપલબ્ધતા વિશે સકારાત્મક અપડેટ આપી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘તિલક વર્મા સ્વસ્થ થઈ રહ્યો છે. મેં સાંભળ્યું છે કે તે બીજી અને ચોથી તારીખે મુંબઈમાં બે વૉર્મ-અપ મૅચ રમી રહ્યો છે. મને લાગે છે કે બે મૅચ પૂરતી છે. મેં ગઈ કાલે જ તેની સાથે વાત કરી હતી. તેણે બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ અને બધું જ શરૂ કરી દીધું છે. એથી આશા છે કે તે ટૂંક સમયમાં અમારી સાથે હશે.’
કૅપ્ટન સૂર્યાએ વધુમાં કહ્યું હતું કે ‘વૉશિંગ્ટન સુંદર પણ સારું કરી રહ્યો છે. અમે ગઈ કાલે જ આ બન્ને પ્લેયર્સ સામે વાત કરી છે. સુંદરે બોલિંગ અને બૅટિંગ લગભગ શરૂ કરી દીધી છે. અમે તેને ટૂંક સમયમાં પાછો મેળવીશું.’