સેમી ફાઇનલના આપણા ચાન્સ કેટલા?

24 June, 2024 09:57 AM IST  |  St Lucia | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાને કાંગારૂઓને હરાવ્યા બાદ આજે ભારત ઑસ્ટ્રેલિયા સામે હારે તો સેમી ફાઇનલના આપણા ચાન્સ કેટલા?

તસવીર સૌજન્ય : પીટીઆઇ

સેન્ટ લુસિયામાં આજે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે જીતી જશે તો એ સેમી ફાઇલનમાં પહોંચી જશે એ તો આખું જગ જાણે છે, પણ જો ન કરે નારાયણ ને ભારતની કાંગારૂઓ સામે હાર થાય તો એવા સંજોગોમાં પણ ભારતને સેમી ફાઇલનમાં પહોંચવાના ચાન્સ છે. એના માટે ઑસ્ટ્રેલિયા સાથે રસાકસીભરી મૅચ થવી જરૂરી છે. એવા સંજોગોમાં ભારત હારશે તો પણ રન-રેટના આધારે એ સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી શકે છે.

બીજી બાજુ, જો ઑસ્ટ્રેલિયા ભારતને ૪૧ રનથી અને અફઘાનિસ્તાન બંગલાદેશને ૮૩ રનથી હરાવે તો એવા સંજોગોમાં ભારત સેમી ફાઇલનની રેસમાંથી બહાર થઈ શકે છે. આ સિવાય જો વરસાદનું વિઘ્ન આવે તો ભારત કોઈ પણ વિઘ્ન વગર સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ જશે.

ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન ઉપરાંત બંગલાદેશને પણ સેમી ફાઇનલમાં પહોંચવાનો હજી થોડો ચાન્સ છે. જો ઑસ્ટ્રેલિયા ભારત સામે પંચાવન રનથી હારી જાય અને બંગલાદેશ અફઘાનિસ્તાનને ૩૧ રને હરાવે તો બંગલાદેશની ટીમ ક્વૉલિફાય થઈ શકે છે. 

સુપર-એઇટના ગ્રુપ-વનનું પૉઇન્ટ્સ-ટેબલ

ભારત    ૪ પૉઇન્ટ (+૨.૪૨૫)
આૅસ્ટ્રેલિયા    બે પૉઇન્ટ (+૦.૨૨૩)
અફઘાનિસ્તાન    બે પૉઇન્ટ (-૦.૬૫૦)
બંગલાદેશ    ઝીરો પૉઇન્ટ (-૨.૪૮૯)

t20 world cup india australia indian cricket team cricket news sports sports news