T20 World Cup: ICCએ આપ્યું ગ્રીન સિગ્નલ, ટૂર્નામેન્ટમાં પહેલીવાર આ નિયમ થશે લાગૂ

10 October, 2021 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વખતે થનારા આ નાના ફૉર્મેટની મોટી ટૂર્નામેન્ટમાં પહેલીવાર ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. રિપૉર્ટ્સ પ્રમાણે આઇસીસીએ આ ઇનિંગ દરમિયાન ટીમને બે ડીઆરએસ આપવાની પરવાનગી આપી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ મહિને બીસીસીઆઇની મેજબાનીમાં યૂએઇ અને ઓમાનમાં રમતા આઇસીસી ટી20 વર્લ્ડ કપને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે આ વખતે થનારા આ નાના ફૉર્મેટની મોટી ટૂર્નામેન્ટમાં પહેલીવાર ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. રિપૉર્ટ્સ પ્રમાણે આઇસીસીએ આ ઇનિંગ દરમિયાન ટીમને બે ડીઆરએસ આપવાની પરવાનગી આપી દીધી છે.

વર્ષ 2016 બાદ પહેલી વાર રમાતા આઇસીસી ટી20 વિશ્વકપનું આયોજન 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ વખતે આ ટૂર્નામેન્ટ અન્ય ટૂર્નામેન્ટ કરતા અલગ થવાની છે. પહેલી વાર આઇસીસીએ ડીઆરએસનો નિયમ મેચ દરમિયાન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. ઇએસપીએન ક્રિકઇન્ફોના રિપૉર્ટ પ્રમાણે એક ટીમની ઇનિંગ દરમિયાન 2 ડીઆરએસ લેવાનો અધિકાર આપવામાં આવશે.

કૅપ્ટન્સ પાસે હશે સ્પેશિયલ પાવર
ટેસ્ટ અને વનડે મેચમાં જે રીતે ફીલ્ડ અમ્પાયર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કૅપ્ટન ડીઆરએસ દ્વારા પડકારવામાં આવતો, આ જ રીતે વર્લ્ડ કપ દરમિયાન પણ આ હક તેમની પાસે હશે. મેચ રમતા બન્ને ટીમના કૅપ્ટન પાસે ઇનિંગ દરમિયાન બે વાર ફીલ્ડ અમ્પાયરના નિર્ણયને પડકારવાનો હક હશે. ટીવી અમ્પાયર દ્વારા નિર્ણય બદલાવા પર ડીઆરએસ જળવાયેલો રહેશે પણ જો નિર્ણય કૅપ્ટનના હકમાં નહીં હોય તો તે ડીઆરએસ ગુમાવશે.

શું છે ડીઆરએસ
આઇસીસીએ ફિલ્ડ અમ્પાયર દ્વારા ખેલાડીઓને આઉટ આપવામાં થનારી ચૂકને સુધારવા માટે ડીઆરએસનો નિયમ બનાવ્યો હતો. જો ફિલ્ડ અમ્પાયર ટીમના ખેલાડીઓને અપીલને નકારી દે છે અને કૅપ્ટનને લાગે કે આ આઉટ આપવું જોઈતું હતું. એવામાં કૅપ્ટન ડીઆરએસની માગ કરી શકે છે, જેના પછી નિર્ણય ટીવી અમ્પાયર પાસે જાય છે. રિપ્લે જોયા પછી ટીવી અમ્પાયર આ નિર્ણય લે છે કે ખેલાડી આઉટ છે કે નહીં. આ રીતે બૅટ્સમેનને લાગે કે અમ્પાયરે તેને ખોટો આઉટ આપ્યો છે તો તે પણ ડીઆરએસની માગ કરી શકે છે.

international cricket council cricket news sports news sports t20 world cup