વૈકુંઠ એકાદશી નિમિત્તે સૂર્યા-દેવિશાએ તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં

31 December, 2025 09:51 AM IST  |  Tirupati | Gujarati Mid-day Correspondent

ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિરના સ્ટાફ અને સુરક્ષા-અધિકારીઓને આ કપલને સુરક્ષિત બહાર કાઢવામાં ભારે મહેનત કરવી પડી હતી

મંદિરની અંદર બન્ને જણ દર્શનની લાઇનમાં પણ ઊભાં હતાં

ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી હાલમાં એક ધાર્મિક વિઝિટ માટે આંધ્ર પ્રદેશના તિરુમલામાં પહોંચ્યાં હતાં. વૈકુંઠ એકાદશી નિમિત્તે પ્રાર્થના કરવા માટે આ કપલ શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યું હતું. મંદિરની અંદર બન્ને જણ દર્શનની લાઇનમાં પણ ઊભાં હતાં.

ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિરના સ્ટાફ અને સુરક્ષા-અધિકારીઓને આ કપલને સુરક્ષિત બહાર કાઢવામાં ભારે મહેનત કરવી પડી હતી. કેટલાક ફેન્સ કૅપ્ટન સૂર્યા સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. 

સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો : ખુશી મુખરજી

૨૯ વર્ષની ઍક્ટ્રેસ ખુશી મુખરજીના એક નિવેદનની મનોરંજન અને ક્રિકેટજગતમાં ભારે ચર્ચા થઈ રહી છે. તેણે કહ્યું, ‘ભારતનો T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પહેલાં મને ખૂબ મેસેજ કરતો હતો. અમે હવે વધારે વાત કરતાં નથી અને હું તેની સાથે જોડાવા માગતી નથી. મને કોઈ ક્રિકેટર્સ સાથે લિન્ક-અપ્સ પસંદ નથી.’ ૨૦૧૬માં સૂર્યકુમાર યાદવના મૅરેજ થયાં હતાં. ૩૫ વર્ષના સૂર્યકુમાર યાદવે ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી.

suryakumar yadav andhra pradesh tirupati t20 world cup one day international odi new zealand cricket news sports sports news