26 July, 2025 04:33 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવે શ્રેયંકા પાટીલ સાથે ટ્રેન્ડિંગ ઑરા ફાર્મિંગ ડાન્સ કર્યો
ભારતીય મેન્સ T20 ક્રિકેટ ટીમનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ જોવા મળી રહ્યો છે. તે ભારતીય વિમેન્સ ટીમની ઑલરાઉન્ડર શ્રેયંકા પાટીલ સાથે ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સમાં ટ્રેન્ડિંગ ઑરા ફાર્મિંગ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમના માર્ગદર્શનમાં ઇન્જરીમાંથી ફિટ થવા બૅન્ગલોર ગયેલા આ બન્ને પ્લેયર્સે જિમમાં એક તરફથી ખેંચવામાં આવી રહેલી કાર્ટ પર ઊભાં રહીને આ વાઇરલ ડાન્સ કર્યો હતો. સૂર્યકુમારે કૅપ્શનમાં લખ્યું હતું, ‘મૅનેજરને બોલા ટ્રેન્ડ કરને કા તો કરને કા.’