10 October, 2025 10:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતના T20ના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હેડ કોચ ગૌતમ ગંભીર સાથેના સંબંધો વિશે રસપ્રદ વાતો શૅર કરી છે. તે કહે છે કે ‘IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા ત્યારથી આજ સુધી હું તેને ગૌતીભાઈ કહું છું. અમારો સંબંધ નાના ભાઈ મોટા ભાઈ જેવો છે. જો બન્નેને અલગ-અલગ બેસાડીને પ્લેઇંગ ઇલેવન બનાવવાનું કહેવાય તો હું તમને ખાતરીથી કહી શકું છું કે એક પણ નામ અલગ નહીં હોય.’
તે વધુમાં કહે છે કે ‘એશિયા કપ દરમ્યાન પણ હું ઘણી વાર મેદાન પર મૂંઝવણમાં રહેતો હતો કે બોલિંગમાં કયા ફેરફાર કરવા. આવા સમયે હું ફક્ત તેની તરફ ડ્રેસિંગ રૂમમાં જોતો અને તે સમજી જતો કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે બોલરની નકલ કરીને આગળની ચાલ સૂચવતો અને મારી શંકા દૂર થઈ જતી હતી.