જે ટીમ મોડી રાત સુધી પાર્ટી કરે છે એ ટીમ નથી જીતી શકી ટ્રોફી

24 April, 2024 06:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉઇન્ટ્સ-ટેબલની તળિયાની ટીમો પર સુરેશ રૈનાએ માર્યો ટૉન્ટ

સુરેશ રૈનાની તસવીર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં કૉમેન્ટરી કરી રહેલા સુરેશ રૈનાએ વિરાટ કોહલી, રિષભ પંત અને શિખર ધવનની ટીમ પર મોટું નિવેદન આપ્યું છે. ૩૭ વર્ષના સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કેટલીક ફ્રૅન્ચાઇઝીમાં મોડી રાત સુધી પાર્ટી કરવાનો ટ્રેન્ડ છે. જે ટીમના ખેલાડીઓ મોડી રાત સુધી પાર્ટી કરે છે એ ટીમ ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી નીચે છે. એક પણ IPL ટ્રોફી ન જીતી શકનાર આ ટીમોની કેટલીક પાર્ટીના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. સુરેશ રૈનાએ ચેન્નઈ સુપર કિંગ્સનું ઉદાહરણ આપતાં કહ્યું કે જે ટીમે પાર્ટી નથી કરી એ ટીમ પાંચ IPL ટ્રોફી અને બે ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી છે, જો તમે મોડી રાત સુધી પાર્ટી કરો છો તો તમે બીજા દિવસે કેવી રીતે રમશો? એ પણ મે-જૂનની ગરમીમાં?

IPL 2024 suresh raina chennai super kings sports sports news cricket news