ટીમમાંથી બહાર કરવામાં આવેલા સુરેશ રૈનાનો મોટો દાવો...

27 September, 2019 01:56 PM IST  |  મુંબઈ

ટીમમાંથી બહાર કરવામાં આવેલા સુરેશ રૈનાનો મોટો દાવો...

સુરેશ રૈનાના ટીમમાં પાછા ફરવાની આશા..

ભારતીય ટીમમાંથી સતત બહાર રહેલા સુરેશ રૈનાએ ટીમમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્તસ કરી છે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાને હજી ટી20 વર્લ્ડ કપ રમવાનું છે અને ત્યાં મોકો મળી શકે છે. ભારતની સૌથી મોટી છે નંબર ચારના બેટ્સમેન, જેને રૈના દૂર કરવા માંગે છે.

ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં ટીમ ઈન્ડિયા માંથી બહાર રહેલા સુરેશ રૈનાને પાછા ફરવાની આશા છે. તેમણે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી પરેશાની નંબર ચારને ભરવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, હું ભારતનો 4 નંબરનો બેટ્સમેન બની શકું છું. મે આ ક્રમ પર બેટિંગ કરીને પહેલા સારું પ્રદર્શન કર્યું છે. ટી20 વર્લ્ડ કપ આવવાનો છે અને હું તે મોકાની રાહ જોઈ રહ્યો છું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચોથા નંબર પર બેટિંગ કરવા માટે અનેક ખેલાડીઓને અજમાવવામાં આવ્યા. અમ્બાતી રાયડૂ કેટલાક સમય સુધી આ જગ્યાને ભરવામાં સફળ રહ્યા. પરંતુ વર્લ્ડ કપ પહેલા તેના ખરાબ ફોર્મના કારણે તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. તેમની જગ્યાએ વિજય શંકરને આ જવાબદારી આપવામાં આવી. પરંતુ તે ઈજાગ્રસ્ત છે. રિષભ પંતને હાલ આ જવાબદારી આપવામાં આવી છે. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે.

રિષભ પંત વિશે સુરેશ રૈનાએ કહ્યું કે, તે ખૂબ જ કન્ફ્યૂઝડ છે. તે પોતાની નેચરલ ગેમ નથી રમી રહ્યો. તેમની સાથે કોઈએ વાત કરવાની જરૂર છે જેવું એમએસ ધોની ખેલાડીઓ સાથે કરતા હતા.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

ધોની માટે રૈનાએ કહ્યું કે, તેઓ ફિટ છે, શાનદાર વિકેટકીપિંગ કરે અને આજે પણ તે સૌથી સારા ફિનિશર છે. ભારત માટે ટી20 વિશ્વ કપ સૌથી મહત્વનો સાબિત થઈ શકે છે.

suresh raina ms dhoni cricket news