સુપર ઓડીઆઇ સિરીઝને હાઈ ક્લાસ ટુર્નામેન્ટ બનાવવી છે : સૌરવ ગાંગુલી

29 December, 2019 12:24 PM IST  |  New Delhi

સુપર ઓડીઆઇ સિરીઝને હાઈ ક્લાસ ટુર્નામેન્ટ બનાવવી છે : સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીનું કહેવું છે કે સુપર ઓડીઆઇનો હેતુ ટુર્નામેન્ટને હાઈ ક્લાસ બનાવવાનો છે. આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ઇન્ડિયા અને અન્ય એક દેશનો સમાવેશ કરવાની ચર્ચા ચાલી રહી છે. આ ચોથા દેશમાં ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ માટે ઑસ્ટ્રેલિયાએ પણ તૈયારી દેખાડી છે. આ વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ તો હજી એક પ્રપોઝલ છે. આગળ જોઈએ એ ક્યાં સુધી જાય છે. આની પાછળનું કારણ એક કૉમ્પિટિટિવ ટુર્નામેન્ટ બનાવવાનું છે. લોકોને હાઈ ક્લાસ ટુર્નામેન્ટ જોવી છે અને અમે એને માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ માટે બ્રૉડકાસ્ટર્સ અને આઇસીસીની પરવાનગીની જરૂર છે.’

sourav ganguly cricket news sports news