12 April, 2025 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્પેશ્યલ પ્લેનમાં મુસાફરી કરશે સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ
IPLની હાલની તળિયાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ માટે તેમની ફ્રૅન્ચાઇઝીએ સ્પેશ્યલ પ્લેન તૈયાર કર્યું છે. ઍર એશિયા ઍરલાઇન્સ સાથેની પાર્ટનરશિપની જાહેરાત કરતાં હૈદરાબાદની ફ્રૅન્ચાઇઝીએ હાલમાં સ્પેશ્યલ પ્લેનનો વિડિયો શૅર કર્યો હતો જેના પર ફ્રૅન્ચાઇઝીનો લોગો પણ હતો. સીઝનની આગામી મૅચ દરમ્યાન હૈદરાબાદના પ્લેયર્સ આ પ્લેનમાં મુસાફરી કરતા જોવા મળશે.