વાહ વૉર્નરઃ પત્ની અને પુત્રીઓનાં નામ લખેલાં શૂઝ પહેરી રમતો હતો

05 May, 2021 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે આઇપીએલમાં રોહિત શર્માના વિવિધ સામાજિક સંદેશ આપતાં શૂઝે ખૂબ વાહવાહી મેળવી હતી. તો ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનના શૂઝે લોકોના દિલ જીતી લીધા હતાં.

સૂઝ

આ વર્ષે આઇપીએલમાં રોહિત શર્માના વિવિધ સામાજિક સંદેશ આપતાં શૂઝે ખૂબ વાહવાહી મેળવી હતી. તો ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનના શૂઝે લોકોના દિલ જીતી લીધા હતાં. વૉર્નર એક કમ્પ્લીટ ફૅમિલીમૅન છે એ ચાહકો જાણે જ છે. તેનું એક વધુ ઉદાહરણ આઇપીએલમાં તે જે શૂઝ પહેરીને રમ્યો હતો એના પરથી પણ મળી ગયું હતું. પતિના આ અનોખા પ્રેમથી અભિભૂત થઈ ગયેલી તેની પત્નીએ આ શૂઝનો ફોટો ઇન્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું હતું, ‘ડાર્લિંગ, તું દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, અમે હંમેશાં તારી સાથે જ હોઈશું.’

કહેવાય છે કે વૉર્નરને આ આઇડિયા લેજન્ડ ફૂટબોલર ડેવિડ બૅકહૅમ આ રીતે દસેક વર્ષ પહેલાં પરિવારજનોનાં નામ લખેલાં શૂઝ પહેરીને રમતો જોવા મળ્યો હતો એના પરથી મળ્યો હશે.

ipl 2021 david warner sunrisers hyderabad cricket news sports news