ધોની ભારતીય ટીમ માટે મહત્વનો: ગાવસકર

14 February, 2019 07:10 PM IST  | 

ધોની ભારતીય ટીમ માટે મહત્વનો: ગાવસકર

સુનીલ ગાવસ્કર

ભૂતપૂર્વ ટેસ્ટ-ખેલાડી સુનીલ ગાવસકર માને છે કે વર્તમાન ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીનું મહત્વ સમજવું સરળ નથી. ધોની અત્યારે પોતાની ધીમી બૅટિંગને કારણે ટીકાકારોના નિશાના પર છે. ગાવસકરે તેને ટેકો આપતાં કહ્યું હતું કે ‘તે પોતાની વિકેટકીપિંગ અને બોલરોને આપવામાં આવતાં સૂચનોને કારણે પણ ટીમ માટે મહત્વનો સાબિત થઈ રહ્યો છે. મહેરબાની કરીને આ ખેલાડીને છોડી દો.’

આ પણ વાંચોઃ ધોની અમારો માગદર્શક : રોહિત

ધોનીએ ઑસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં મૅચ જિતાડનારી ઇનિંગ્સ રમી હતી.

ગાવસકરે કહ્યું હતું કે ‘હું પ્રાર્થના કરું છું કે આ ખેલાડીને એકલો મૂકી દો, તે સારું રમશે. તે હવે જવાન નથી રહ્યો. એથી ઓછી ઉંમરમાં જે સાતત્ય હોય છે એ નહીં હોય. તમારે એ સહન કરવું પડશે, પરંતુ ટીમ માટે ખૂબ જ મહkવનો છે. તે સતત બોલરોને કહેતો રહે છે કે સ્પેશ્યલ બોલિંગ નાખ. તેને ખબર પડી જાય છે કે બૅટ્સમૅન શું વિચારી રહ્યો છે, બૅટ્સમૅન શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધોની આ રીતે બોલરોની મદદ કરે છે. વળી ફીલ્ડિંગ ગોઠવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.’

mahendra singh dhoni sunil gavaskar team india cricket news sports news