ટીમ મેનેજમેન્ટના ડબલ સ્ટાન્ડર્ડથી ગાવસ્કર નારાજ

25 December, 2020 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ મેનેજમેન્ટના ડબલ સ્ટાન્ડર્ડથી ગાવસ્કર નારાજ

ભૂતપૂર્વ લેજન્ડ બેટ્સમેન ‌સુનિલ ગાવસ્કરે ફરી કૅપ્ટન વિરાટ કોહલી પર હુમલો કયોર઼્ છે. આઇપીએલ દરમ્યાન પણ ગાવસ્કર અને વિરાટ-અનુષ્કા વચ્ચે સોશ્યલ મિડિયામાં જબરો સંઘર્ષ જોવા મળ્યો હતો. હવે વિરાટ પ્રથમ સંતાનના જન્મ વખતે પત્નિ સાથે રહેવા પ્રથમ ટેસ્ટ બાદ વિરાટ ભારત પાછો આવી જતા ફરી ગાવસ્કરે ફરી તેના પર પ્રહારો શરૂ કરી દીધા હતાં.

ગાવસ્કરે તેની એ કોલમમાં લખ્યું છે કે રવિચન્દ્રન અશ્વિને ઘણા સમયથી ટીમમાં ટકી રહેવા સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ એટલી નથી કરવો પડતો કે તેનામાં ટેલેન્ટની કમી છે પણ એટલા માટે કરવો પડે છે કે એ મિટિંગમાં બીજાની જેમ દરેક બાબતે માથુ હલાવીને હા મા હા નથી પાડતો. એ એક સ્પષ્ટ ‌‌વિચારોવાળો ખેલાડીને અને પોતાનો મત કોઈ ડર રાખ્યા વગર રજૂ કરતો હોય છે. બીજા દેશોમાં ૩૫૦ જેટલી વિકેટો લીધી હોય અને ચાર સેન્ચુરી પણ ફટકારી હોય એવા ખેલાડીને ભારે સન્માન મળતું હોય છે જ્યારે અહીં અશ્વિન ટીમમાં ટકી રહેવા સંઘર્ષ કરવો પડે છે. જો અશ્વિ ને પહેલી ટેસ્ટમાં વિકેટો ન લીધી હોત તો એ બીજી ટેસ્ટમાંથી આઉટ થઈ ગયો હોત. આવું કોઈ બૅટ્સમેન સાથે નથી થતું. એ ફ્લૉપ જાય છે પણ તેના વધુ એક મોકો આપવામાં આવે છે અને એ સિલસિલો ચાલતો રહે છે. પણ અશ્વિન માટે બિલકુલ અલગ નિયમ છે.

બીજો એક બોલર વિશે જાણીને પણ તમને નવાઈ લાગશે અને તેના વિશે પણ કોઈ કંઈ બોલતું નથી. એક નવા ખેલાડી ટી. નટરાજનની વાત કરવી છે. તેણે આઇપીએલમાં શાનદાર પફોર઼્મન્સને આધારે ટીમ ઇન્ડિયામાં નેટબોલર તરીકે જોડાયા બાદ ટી૨૦ સિરીઝમાં રમવા મળતા શાનદાર પર્ફામ કરીને તેની ટેલન્ટનો પરચો આપી દીધો હતો. હાર્દિક પંડયાએ પણ તેની પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફિ તેને આપી દીધી હતી. નટરાજન આાઇપીએલ દરમ્યાન પ્રથમવાર અેક પુત્રીનો પિતા બન્યો હતો. આઇપીએલમાંથી એ સીધો ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. ટી૨૦ સિરીઝમાં સારા પફોર઼્મન્સને લઈને તેને ટેસ્ટ સિરીઝ માટે પણ રોકી રાખવામાં આવ્યો, ટીમમાં સામેલ કરીને નહીં પણ એક નેટબોલર તરીકે. એ ટી૨૦ સિરીઝ બાદ ઘરે જઈને તેની પુત્રીનું પ્રથમવાર મોઠુ જોવાનો હતો પણ એક નેટબોલર તરીકે તેને રોકી રાખવામાં આવ્યો. કોહલી કૅપ્ટન છે એટલે એ પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારત પાછો આવી ગયો. આ ભારતીય ક્રિકેટ છે. અલગ-અલગ ખેલાડી માટે અલગ-અલગ નિયમ.

ગાવસ્કરથી કોહલી-ફેન્સ નારાજ

સંતાનના જન્મને લીધે વિરાટ પાછો ભારત આવતા ગાવસ્કરે કરેલી કમેન્ટથી કેટલાક તેની પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલાક કોહલીના પ્રશંસકો ભારે નારાજ થયા છે. નારાજ પ્રશંસકો ગાવસ્કરને પૂછી રહ્યાં છે કે શું તમારી પાસે સચિનને આવા સવાલ પૂછવાની હિમત હતી. અેણે પણ પર્સનલ કારણોસર કેટલીક સિરીઝ ગુમાવી છે.

sports sports news cricket news sunil gavaskar virat kohli