ઑસ્ટ્રેલિયા સિરીઝમાં ભારતીય બોલરો પર ગાવસકરને વિશ્વાસ, કહ્યું...

22 November, 2020 12:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સિરીઝમાં ભારતીય બોલરો પર ગાવસકરને વિશ્વાસ, કહ્યું...

સુનીલ ગાવસકર

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગણતરીના દિવસોમાં ક્રિકેટનો મુકાબલો શરૂ થવાનો છે. બન્ને ટીમ પાસે એકથી એક ચડિયાતા પ્લેયર્સ છે અને મોટા ભાગના પ્લેયર્સ ફૉર્મમાં પણ છે. એવામાં ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર સુનીલ ગાવસકરને લાગે છે કે ભારતીય બોલરો બાઉન્સરનો જવાબ બાઉન્સરથી આપવામાં સક્ષમ છે.

ભારતીય બોલરો અને બોલિંગ-અટૅક વિશે પોતાનો વિચાર પ્રગટ કરતાં એક મુલાકાતમાં ગાવસકરે કહ્યું કે ‘તમે ૧૯૭૭થી જોશો તો બન્ને દેશ વચ્ચે હંમેશાં કાંટે કી ટક્કર જોવા મળે છે. જ્યાં સુધી ભારતના ફાસ્ટ બોલર્સની વાત છે તો ત્રણ બોલર્સ ત્રણ અલગ-અલગ શૈલી અને અલગ-અલગ તાકાત ધરાવે એવું બહુ ઓછું જોવા મળે છે. પહેલાં કપિલ દેવ, મદનલાલ અને કરસન ઘાવરી હતા. કપિલ દેવ સ્વિંગ કરતો હતો અને તેનો બાઉન્સર પણ સારો રહેતો હતો. મદનલાલ અને કરસન ઘાવરી પણ સારા બોલર હતા, પણ તેમની પાસે ગતિ નહોતી. ઇશાન્ત, બુમરાહ અને શમી ફાસ્ટ બોલિંગ કરી શકે છે. ઉમેશ પણ ફાસ્ટ બોલિંગ કરી શકે છે. ફાઇટિંગ ફાયર વિથ ફાયર. અમારી પાસે પણ એવા બોલર છે જે બાઉન્સરનો જવાબ બાઉન્સરથી આપી શકે છે.

sunil gavaskar india cricket news sports news