સુનિલ ગાવસ્કરે વર્લ્ડ કપમાં હાર પર ટીમ મેનેજમેન્ટટને લાધું આડે હાથે

02 August, 2019 08:30 PM IST  |  Mumbai

સુનિલ ગાવસ્કરે વર્લ્ડ કપમાં હાર પર ટીમ મેનેજમેન્ટટને લાધું આડે હાથે

સુનિલ ગાવસ્કર (File Photo)

Mumbai : ICC વર્લ્ડ કપ 2019 જીતવાનું સ્વપ્ન ભારતીય ટીમનું રાળાઇ ગયું છે. પણ અત્યારે ટીમ ઇન્ડિયા અને ટીમ મેનેજમેન્ટે કરેલી ભુલોને લઇને લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઉઠાવતા પુછ્યું કે વર્લ્ડ કપમાં ભારતી ટીમે 4 વિકેટકીપર મેદાન પર કેમ ઉતાર્યા હતા? જ્યારે મોટી સંખ્યામાં પ્રતિભાશાળી ખેલાડી આપણી વચ્ચે બેન્ચ સ્ટ્રેન્થનો ભાગ હતા. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે ટીમ મેનેજમેન્ટે આજે નહીં તો કાલે આ વાતનો જવાબ આપવો પડશે. શનિવારથી ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે.


પ્લેઇંગ 11માં 4 વિકેટ કીપર શું કામ રમાડ્યા : સુનિલ ગાવસ્કર
વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં લોકેશ રાહુલને ગણતા ભારતે ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઇનલમાં 4 વિકેટકીપર મેદાને ઉતાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની, ઋષભ પંત અને દિનેશ કાર્તિક પ્લેઇંગ 11માં રમ્યા હતા. કાર્તિક, રાહુલ અને ધોની મૂખ્ય ટીમનો ભાગ હતા, પરંતુ પંતને શિખર ધવનની જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો. પંત સેમિ-ફાઇનલમાં એક ખરાબ શૉટ મારીને આઉટ થયો હતો. કાર્તિકે પણ તેને મળેલી તકોમાં સૌને નિરાશ કર્યા. ધોની કેટલીક સારી ઇનિંગ રમવા છતા પોતીની ધીમી બેટિંગનાં કારણે નિશાને રહ્યો અને રાહુલે શિખરનાં સ્થાન પર બેટિંગ કરતા ભારતને સારી શરૂઆત આપી, પરંતુ સેમિ-ફાઇનલમાં તે પણ અસફળ રહ્યો.


આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ટીમ મેનેજમેન્ટે આજે નહીં તો કાલે આ પ્રશ્નનો જવાબ આપવો પડશે
સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, “4 વિકેટકીપર કેમ રમાડવામાં આવ્યા? આનો જવાબ ટીમ પ્રબંધને આપવો પડશે.” સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે, “શરૂઆતનાં 3 બેટ્સમેનો બાદ ભારતીય બેટીંગ ફક્ત ઔપચારિકતા ખાતરની હતી. તેમાં કોઈપણ પ્રકારની ડેપ્થ ન હોતી અને આની ઝલક સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સામે જોવા મળી. આ વિશ્વ કપમાં આપણી બેટિંગ નંબર-3 બાદ હતી જ નહીં. જો રોહિત, વિરાટ અને લોકેશે રન ના બનાવ્યા હોત તો મુશ્કેલીઓ થતી. સેમી ફાઇનલમાં આપણી સાથે આ જ થયું.” સુનિલ ગાવસ્કરે સેમી ફાઇનલમાં ભારતની હાર બાદ પણ વિરાટ કોહલીને કેપ્ટન બનાવી રાખવાના નિર્ણય પર પણ પ્રશ્નાર્થ કર્યો છે.

cricket news sunil gavaskar team india board of control for cricket in india