બ્રૉડ પાસે 700 ટેસ્ટ વિકેટ લેવાની સારી તક છે : શેન વૉર્ન

30 July, 2020 11:22 AM IST  |  Manchester | Agencies

બ્રૉડ પાસે 700 ટેસ્ટ વિકેટ લેવાની સારી તક છે : શેન વૉર્ન

શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વૉર્નનું માનવું છે કે ઇંગ્લૅન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રૉડ પાસે ૭૦૦ ટેસ્ટ-વિકેટ લેવાની સારી એવી તક છે. વેસ્ટ ઇન્ડીઝને ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ૨-૧થી પરાજય આપીને સિરીઝ પોતાના નામે કરવા માટે ઇંગ્લૅન્ડની ટીમ સફળ થઈ હતી અને આ સફળતામાં બ્રૉડે માત્ર બે મૅચ રમીને કુલ ૧૬ વિકેટ મેળવી હતી. આ ઉપરાંત ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે વિકેટ મેળવીને જેમ્સ ઍન્ડરસન પછી ૫૦૦ ટેસ્ટ-વિકેટ લેનારો તે બીજો ઇંગ્લિશ પ્લેયર બન્યો હતો. સ્ટુઅર્ટ બ્રૉડનાં વખાણ કરતાં શેન વૉર્ને કહ્યું કે ‘૩૪ વર્ષની ઉંમરમાં ૫૦૦ વિકેટ લેવા અને જીતવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. હજી રમવા માટે ઘણો સમય બાકી છે. ૭૦૦થી વધારે વિકેટ લેવાની સારી એવી તક છે.’

ઉલ્લેખનીય છે કે ક્રિકેટ જગતના ઇતિહાસમાં આ પરાક્રમ કરનાર બ્રૉડ બીજા નંબરનો સૌથી યુવા પ્લેયર બન્યો છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ૩૧ વર્ષની ઉંમરમાં ૫૦૦ ટેસ્ટ-વિકેટ લેવાનો વિક્રમ સર્જ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ હવે પાંચમી ઑગસ્ટથી પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ અને ટી૨૦ સિરીઝ શરૂ કરશે.

australia england shane warne cricket news sports news