ભારતને બુમરાહ જેવો ખેલાડી સરળતાથી નથી મળ્યો, આ બોલરે આપ્યું હતું બલીદાન

12 October, 2019 01:24 PM IST  |  Mumbai | Adhirajsinh Jadeja

ભારતને બુમરાહ જેવો ખેલાડી સરળતાથી નથી મળ્યો, આ બોલરે આપ્યું હતું બલીદાન

જસપ્રીત બુમરાહ (PC : Twitter)

Mumbai : આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં બેટસમેન માટે જસપ્રીત બુમરાહ ઘાતક સાબિત થઈ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની સામે સબિના પાર્કમાં રમાઈ રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ લાઈન-અપ જ ખોરવી દીધી હતી.

બુમરાહે પોતાની પહેલી હેટ્રિક 12 રનમાં 6 વિકેટ ઝડપી હતી
ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ હેટ્રિક લઈને 6.1 ઓવરમાં માત્ર 12 રન આપીને 6 વિકેટ મેળવી હતી. એન્ટિગા ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ બુમરાહે 7 રન આપીને 5 વિકેટ લીધી હતી. હાલમાં બુમરાહ બેટસમેનો માટે ખુબ ઘાતક સાબિત થઈ રહ્યા છે. બેટસમેનોને ખ્યાલ નથી આવતો કે બુમરાહેની સામે શું કરે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ટીમને બુમરાહ સરળતાથી નથી મળ્યો
ભારતને બુમરાહ જેવો ખેલાડી સરળતાથી નથી મળ્યો. બુમરાહને તેની કિસ્મતનો પણ સારો સાથ મળ્યો. બુમરાહે
23 જાન્યુઆરી 2016ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી. બુમરાહને ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરીઝમાં ડેબ્યુ કરવાની તક મળી. ત્યારે બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ ન હતા. તે સમયે ભારતીય ટીમમાં ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સિલેક્ટર્સની પ્રથમ પસંદ હતા પણ એક બોલરની ઈજાએ બુમરાહની જીંદગી બદલી દીધી.

આ પણ જુઓ : જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો

આ બોલરના કારણે બુમરાહ આજે વિશ્વનો સ્ટાર ખેલાડી
આ બોલર બીજું કોઈ નહી પણ મોહમ્મદ શમી હતો. જેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહને વન-ડે અને ટી-
20 સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યા. મોહમ્મદ શમીની ઈજાના કારણે ટીમ મેનેજમેન્ટની પાસે બુમરાહનો વિકલ્પ હતો. બુમરાહને તેમની યૂનિક બોલિંગ એક્શનના કારણે તક આપવામાં આવી. ત્યારબાદ બુમરાહે પોતાની પસંદગીને સાચી સાબિત કરી અને ઓસ્ટ્રેલિયાના બેટસમેનો પર તેમની બોલિંગ ભારે પડી.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

બુમરાહ સામે રમવા માટે બેટ્સમેનોએ બનાવી પડે છે ખાસ રણનીતિ
ઓસ્ટ્રેલિયાના બેટસમેન આ નવી અનોખી બોલિંગ એક્શનવાળા બોલરની સામે વધુ ટકી શક્યા નહી.
બુમરાહે તેમના યોર્કરથી સમગ્ર ક્રિકેટ જગતને હેરાન કરી દીધા. તે સમયે કેપ્ટન ધોનીએ જસપ્રીત બુમરાહ પર ભવિષ્યવાણી કરી હતી અને ભારતીય ક્રિકેટની સૌથી મોટી શોધ બતાવી હતી.

ધોનીએ બુમરાહના વખાણ કરી ચુક્યો છે
ધોનીએ તેમની લાઈન અને લેન્થના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ ખેલાડીનું ભવિષ્ય ઉજ્જવળ છે. ધોની બુમરાહના યોર્કરના પ્રશંસક હતા અને તેમને કહ્યું હતું કે બુમરાહની અંદર ભારતીય ટીમને ઘણી મેચ જીતાડવાની તાકાત છે.

cricket news jasprit bumrah team india